Bhavnagar News/ બગદાણા નવનીત બાલધીયા હુમલા કેસ! 8 આરોપીઓને મળ્યા જામીન, મહુવા કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધીયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના કેસમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જાણો કયા આરોપીઓ જેલમુક્ત થશે.

Top Stories Gujarat Others
Navneet Baldhiya Attack Case Bagdana

Navneet Baldhiya Attack Case Bagdana: ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હિંસક હુમલાના કેસમાં આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહુવા કોર્ટે આ કેસમાં સંડોવાયેલા 8 આરોપીઓની જામીન અરજી મંજૂર કરતા તેમને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

જેલમુક્ત થવા કરાઈ હતી અરજી

બગદાણામાં થયેલા આ ચકચારી હુમલાના કેસમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ પૈકીના 8 આરોપીઓએ પોતાના વકીલ મારફતે જેલમુક્ત થવા માટે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી માટે કોર્ટે 2 ફેબ્રુઆરી, 2026 (આજની) મુદ્દત આપી હતી.

Navneet Baldhiya Attack Case Bagdana

આ આરોપીઓના જામીન મંજૂર

મહુવા કોર્ટે આજે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ એક મહત્વનો નિર્ણય લેતા આ કેસમાં સંડોવાયેલા તમામ 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જે આરોપીઓને જામીન મળ્યા છે તેમાં રાજુ ભમ્મર, વેરુ શયડા, આતું ભમ્મર, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીષ વનાળિયા, ભાવેશ ચેલાણા અને ઉત્તમ બાંભણિયાનો સમાવેશ થાય છે.

Navneet Baldhiya Attack Case Bagdana

આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ

આ કેસમાં અન્ય એક આરોપી પાતું ભમ્મરે પણ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન આ આરોપીએ પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, નવનીત બાલધીયા પર થયેલા હુમલા બાદ બગદાણા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી અને આ કેસ સમગ્ર ભાવનગર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. હવે 8 આરોપીઓ જેલમુક્ત થતા કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો : વાઇરલ વીડિયોએ ગરમાવ્યું બગદાણા હુમલા કેસનું રાજકારણ: માયાભાઈના પુત્ર જયરાજ પર આક્ષેપ, કોંગ્રેસ પણ મેદાને

આ પણ વાંચો : બગદાણા આશ્રમ સેવક નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટો વળાંક, મહુવા DySP રીમા ઝાલાને પદથી હટાવાયા

આ પણ વાંચો : બગદાણા નવનીત બાલધીયા મારપીટ કેસ: જયરાજ આહિરને SITનું તેડું