Ahmedabad News/ અમદાવાદમાં સગીરાને ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી, વેજલપુરમાં બંગાળના યુવકે કર્યું અપહરણ

જોજો ક્યાંક તમારુ બાળક તો આ ગેમના રવાળે નથી ચઢ્યું ને કારણે અમદાવાદમાં એક સગીરાને ફ્રિ ફાયર ગેમ રમવી ભારે પડી છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને ફ્રી ફાયર ગેમ રમતી હતી. ગેમ રમતાં રમતાં પશ્ચિમ બંગાળના યુવક સાથે સંપર્ક થયો હતો

Gujarat Ahmedabad
અમદાવાદમાં સગીરામે ફ્રી ફાયર ગેમ રમવી ભારે પડી, વેજલપુરમાં બંગાળના યુવકે કર્યું અપહરણ

જોજો ક્યાંક તમારુ બાળક તો આ ગેમના રવાળે નથી ચઢ્યું ને કારણે અમદાવાદમાં એક સગીરાને ફ્રિ ફાયર ગેમ રમવી ભારે પડી છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને ફ્રી ફાયર ગેમ રમતી હતી. ગેમ રમતાં રમતાં પશ્ચિમ બંગાળના યુવક સાથે સંપર્ક થયો હતો. સગીરા અને યુવક સંપર્કમાં આવ્યાં બાદ યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો હતો. સગીરાના ઘરે યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનું અપહરણ કરીને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી યુવકને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો.

 

ફ્રી ફાયર ગેમથી સગીરાનો સંપર્ક યુવક સાથે થયો

વેજલપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. તે તેના ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતી હતી. આ ગેમ રમતાં રમતાં સગીરાનો સંપર્ક પશ્ચિમ બંગાળમાં રહેતા આશિક ઉર્ફે અરમાન મહમદ અઝગર સાથે થયો હતો. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતાં. બંને એકબીજાનો મોબાઈલ નંબર મેળવીને વ્હોટ્સએપ પર પણ વાતચીત કરતાં હતાં.

 

યુવકે દુષ્કર્મ આચરીને સગીરાનું અપહરણ કર્યું

યુવક 22 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળથી સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. યુવક સગીરાના ઘરે કોઈન હોવાથી તેને મળવા ગયો હતો. યુવકે સગીરાના ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ સગીરાને ફોસલાવીને અપહરણ કરીને 23 જાન્યુઆરીએ ટ્રેનમાં બેસાડી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો.

 

પોલીસે ટ્રેનમાંથી સગીરા સાથે યુવકને ઝડપ્યો

પરિવારે સગીરાના અપહરણ થયા અંગેની પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં યુવક સગીરાને લઈને ટ્રેનમાં બંગાળ જવા રવાના થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે બંને ખડગપુર પહોંચ્યા ત્યારે રેલવે પોલીસને જાણ કરી હતી. ખડગપુર પોલીસે યુવકને ટ્રેનમાંથી સગીરા સાથે ઝડપી લીધો હતો. વેજલપુર પોલીસની ટીમ ખડગપુર પહોંચી હતી. પોલીસે ખડગપુરથી યુવકની ધરપકડ કરી હતી. જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી હતી.


આ પણ વાંચો:લવ જેહાદ’નો આક્ષેપ, વલસાડના ધરમપુરમાં સગીરાનું અપહરણ

આ પણ વાંચો:કેશોદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ: આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ઉનામાં બે સગીરાના અપહરણ બદલ બે યુવક સામે પોક્સો