ગુજરાત,
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
ગમે તે ઘડીએ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો પણ થઈ શકે છે. કાર્યકરોએ રાહુલ ગાંધી ને મળવાનો પણ સમય માંગ્યો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ સર્તક થયા છે. પાર્ટી છોડનાર તમામ નેતાઓએ પ્રદેશ નેતાગીરીથી કંટાળીને જ રાજીનામાં આપ્યા છે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાતમાં સંગઠન પરથી પકડ ઓછી થઇ રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે રાજયભરમાં નીચલાસ્તરથી છેક પ્રદેશ સુધી ઠેરઠેર વિરોધનો વંટોળ ઉભો થઇ રહ્યો છે. જે કોંગ્રેસ પક્ષને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડે તેવી શકયતાને નકારી શકાય તેમ નથી.
