બનાસકાંઠા,
બનાસકાંઠાના વાવમાં દેવપુરા પાસેની નર્મદા કેનાલમાં દેથલીગામની ચાર યુવતીઓએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. લોકોને જીવાદોરી પૂરી પાડ્તી એવી નર્મદા કેનાલ ચાર યુવતી માટે યમરાજનું દ્વાર બની છે.
ચાર યુવતીઓએ કેનાલમાં ઝંપલાવતા દેથળી ગામમાં માતમ જેવો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે કેનાલ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને ઘટનાની ગંભીરતા જોતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે ઘટના સ્થળ પાસેથી મીનાક્ષી નામની યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં ગંભીર માંદગીથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ છે અને સ્યુસાઈડ નોટમાં તેની મોત માટે કોઈ જવાબદારી નથી તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા અને તરવૈયાઓની ટીમ દ્વારા યુવતીના મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે.
