Not Set/ કરોડોનું ફુંલેકું ફેરવનાર બેની ધરપકડ, ગુજરાતભરમાં બ્રાન્ચ ખોલી કર્યો વેપલો

જુનાગઢ, જુનાગઢ જીલ્લો તેમજ ગીરસોમનાથના જીલ્લા મથક વેરાવળ સહીત મુખ્ય શહેરોમાં રીયલ ઈન્ડીયા કંપનીના નામે એજન્ટો રાખી ડેઇલી બચત, માસીક બચત, ફીકસ ડીપોઝીટના નામે ૧૬ ટકા સુઘીના વળતરની લોભામણી સ્કીમો બતાવી. તેમજ ઊંચા વ્યાજના સપના બતાવી બેંકો જેવી પાસબુકો બનાવી અને અનેક લોકોને ચુનો લગાવનાર ફ્રોડ કંપનીના સંચાલકો સામે વેરાવળમાં પોલીસ ફરીયાદ નોંઘાઇ હતી. જેમાં […]

Top Stories Gujarat Others

જુનાગઢ,

જુનાગઢ જીલ્લો તેમજ ગીરસોમનાથના જીલ્લા મથક વેરાવળ સહીત મુખ્ય શહેરોમાં રીયલ ઈન્ડીયા કંપનીના નામે એજન્ટો રાખી ડેઇલી બચત, માસીક બચત, ફીકસ ડીપોઝીટના નામે ૧૬ ટકા સુઘીના વળતરની લોભામણી સ્કીમો બતાવી.

તેમજ ઊંચા વ્યાજના સપના બતાવી બેંકો જેવી પાસબુકો બનાવી અને અનેક લોકોને ચુનો લગાવનાર ફ્રોડ કંપનીના સંચાલકો સામે વેરાવળમાં પોલીસ ફરીયાદ નોંઘાઇ હતી.

જેમાં પ્રાથમીક ફરીયાદમાં 3.25 કરોડનુ ચીટીગ બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં પોલીસે મુળ ઉતરપ્રદેશના લખનૌઉના વતનીને કાલોલ ખાતેથી આ ફ્રોડ કંપનીના એમ.ડી પ્રદીપ ગુપ્તા તથા પંકજકુમાર શ્રીવાસ્તવની ગીરસોમનાથ ક્રાઇમ બ્રાન્ચે  ઘરપકડ કરી હતી. બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.