સૂરત ના રાદેરમાં ગતરોજ વહેલી સવારે કોઝવે નજીક એક યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં રાંદેર પોલિસે 9 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. રાંદેર પોલિસે હત્યાના ગુનામાં 4 આરોપી ની ગત રોજ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 5 આરોપીઓ આજે ધરપકડ કરી છે.
મૃતક આરીફ સૈયદ ને તેનો મિત્ર બોલાવી ને લાવ્યો હતો બાદ માં ખૂની ખેલ રમવામાં આવ્યો. રાંદેર પોલિસે તપાસ કરતા આરોપી ની ભાળ મળી આવી જેમાં રસ્તા માં લાગેલ સીસીટીવી માં આ તમામ કેદ થયા છે પોલિસે તેની મદદથી આરોપીઓ મોહમદ તુફેલ ,જહાંગીરખાન ઉર્ફે અપ્પુ, સલમાન ઉર્ફે ગાંધી, ફરહાદ ગલિયારા,રસીદ ખાન, આલાલહરખા ઉર્ફે લાલા સાહિલ,સમસેર મોહમ્મદ, ઇસ્માલ ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.
આ હત્યા જૂની અદાવત કે ધધાકીય અદાવત માં થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. પોલિસે આરોપીઓ પાસે થી રેમ્બો ચાકુ ઝપ્ત કર્યો છે. મૃતક અને હત્યારા તમામ એક સાથે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કામ ને લઈ પોલિસ અને પરિવારના સભ્યો ખુલી ને કશું કહેવા માંગતા નથી પણ આ કોઈ ગેરનીતિ યા ગોરખધંધા સાથે સંકળાયેલા હોવાનું માહિતી મળી રહી છે .શહેરમાં આ રીતે ચાલતા ગોરખધંધા પર કાબુ ના મુકાય તો શહેરમાં ગુન્હાખોરીનો આંક દિવસે ને દિવસે વધતો રહેશે. ત્યારે આ ઝગડા માં એક પરિવાર ના સભ્યો એ પોતાની દીકરો ગુમાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
