Mehsana News/ પૈસાના વિવાદમાં પુત્રએ પિતાની કરી હત્યા, પિતાને ઉતાર્યા મોતને ઘાટ

મહેસાણાના ખેરાલુ તાલુકાના રાઠોડપુરા ગામે પૈસાના વિવાદે પુત્રે પિતાની લાકડાના ધોકાથી હત્યા (Murder) કરી હતી. પોલીસ તપાસ શરૂ, આરોપી ફરાર.

Top Stories Gujarat Breaking News
Murder

Mehsana News:મહેસાણાના ખેરાલુ તાલુકામાં આવેલા રાઠોડપુરા ગામે પારિવારિક વિવાદે ભયાનક સ્વરૂપ લીધું છે. પૈસાના વિવાદને કારણે પુત્રએ પોતાના પિતાની લાકડાના ધોકાથી માથામાં ફટકા મારીને હત્યા (Murder) કરી નાખી હતી. આ ઘટનાએ આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મૃતકનું નામ લાલસિંહ રાઠોડ છે, જ્યારે આરોપી તેમનો પુત્ર મુકેશસિંહ રાઠોડ છે.

ખેરાલુ ના રાઠોડપુરા ગામે હત્યા (Murder)

Murder

મળતી માહિતી અનુસાર, પૈસાની લેવડ-દેવડ અને પારિવારિક વિવાદને લીધે મુકેશસિંહે ગુસ્સે થઈને ઘરની નજીક લાકડાના મોટા ધોકા વડે પિતા લાલસિંહ પર હુમલો કર્યો હતો. માથા અને શરીરના અન્ય ભાગોમાં વારંવાર ફટકા મારવાથી લાલસિંહનું ઘટનાસ્થળે જ મોત (Death) નીપજ્યું હતું.

આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ મૃતકની પુત્રીએ તાત્કાલિક ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાના ભાઈ મુકેશસિંહ સામે હત્યાની (Murder) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપી મુકેશસિંહ હજુ ફરાર છે માહિતી  અનુસાર  રાઠોડ પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી પૈસા અને મિલકતને લઈને વારંવાર ઝઘડા થતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં મેડિકલ સુપરીન્ટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:મહેસાણામાં નિવૃત્ત તબીબ ‘ડિજીટલ એરેસ્ટ’ના જાળમાં ફસાયા, ઠગોએ 1.21 કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચો:મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન