Not Set/ ઉપલેટામાં સફાઇ કામદારોની હડતાળ, માંગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સફાઇ કામદારોની પડતર માંગણીઓ નહિ સંતોષાતા ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરી ગયા છે. સફાઈ કામદારોની જામનગર ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં સફાઈ કામદારો ને ૫૦% સેટઅપ મુજબ જગ્યાઓ ભરવી જેમાં ઉપલેટા નગરપાલિકા કચેરીનાં ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઉપલેટા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. તેવી […]

Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સફાઇ કામદારોની પડતર માંગણીઓ નહિ સંતોષાતા ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરી ગયા છે. સફાઈ કામદારોની જામનગર ખાતે મીટીંગ યોજાઇ હતી.

જેમાં સફાઈ કામદારો ને ૫૦% સેટઅપ મુજબ જગ્યાઓ ભરવી જેમાં ઉપલેટા નગરપાલિકા કચેરીનાં ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઉપલેટા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે.

તેવી જાણ થતાં ઉપલેટા નગરપાલિકા નાં સફાઈ કામદારો આંદોલન નાં માર્ગે ઉપવાસ અને હડતાળ ઉપર ઊતરી ગયાં છે. આવનારા દિવસોમાં જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ બાબતે વાલ્મિકી સમાજ દ્વારા પોતાની માંગણીઓને લઈને ઉપલેટાનાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આંદોલનને લઈને શહેરનાં વિસ્તારમાં કચરા ઢગલાઓ જોવાં મળ્યા હતાં.