Gujarat/ પ્રાઇવેટ વીજલાઇન કંપની સામે ખેડૂતોની વળતરની માંગ વધુ મજબૂત બની!

હળવદ તાલુકાનાં ગામડાઓમાં ખેડૂતોની કિંમતી જમીન પરથી પ્રાઇવેટ કંપની વીજલાઇન પસાર કરી રહી છે, જેમા ખેડૂતોને વળતર બાબતે કોઇ ચોખવટ ન થતા ખેડૂતો યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે….

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ

હળવદ તાલુકાનાં ગામડાઓમાં ખેડૂતોની કિંમતી જમીન પરથી પ્રાઇવેટ કંપની વીજલાઇન પસાર કરી રહી છે, જેમા ખેડૂતોને વળતર બાબતે કોઇ ચોખવટ ન થતા ખેડૂતો યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.

બે દિવસ પહેલા આ બાબતે હળવદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતુ, ત્યારે આજે ધારાસભ્ય સાથે ખેડૂતોએ મીટીંગ કરી અને ખેડૂતોની સાથે રહેવા અપીલ કરી હતી. જેથી ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને ખેડૂતો સાથે રહી રજૂઆત કરશે તેવું કહ્યું છે. હળવદ તાલુકાનાં ઢવાણા,કોયબા,ઘનશ્યામપુર,રાણેકપર,માનસર,રણજીતગઢ,પ્રતાપગઢ સહિતનાં ગામોમાં ખેડૂતોની જમીન પરથી લાકડીયા-વડોદરા 765kv વીજલાઇન પસાર થઇ રહી છે, પરંતુ આ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટેની કોઈ ચોખવટ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આ બાબતે કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે થઈ તાલુકાનાં ખેડૂતોએ બે દિવસ પહેલા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે ખેડૂતોએ હળવદ ખાતે આવેલ ધારાસભ્યનાં કાર્યાલય ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે એક બેઠક યોજી હતી, અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતો સાથે રહી આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો