Vadodara News: શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષીય સગીરનું મોત (Vadodara student death) થયાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે.
Vadodara student death: 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત
મૃતકની ઓળખ આતિશ વિરેન્દ્ર ચૌધરી તરીકે થઈ છે. માહિતી મુજબ, આતિશે તાજેતરમાં જ ધોરણ 11ની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ 12માં પ્રવેશ મેળવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વચ્ચે આ દુખદ બનાવ બનતા પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘટના સમયે આતિશ ઘરમાં એકલો હતો. થોડા સમય બાદ જ્યારે તેના કાકા ઘરે પરત ફર્યા ત્યારે તેઓએ આતિશને ઉપરના માળે રૂમમાં લટકતી (Vadodara student death) હાલતમાં જોયો. આ દ્રશ્ય જોઈ તેઓ હેરાન થઈ ગયા અને તાત્કાલિક પાડોશીઓ તથા પોલીસને જાણ કરી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને હાલ આ ઘટનાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ પરિવારજનોના નિવેદનોના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:વડોદરાના ફતેગંજમાં PGમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
આ પણ વાંચો:વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત : રાત્રે ઉંઘી ગયા બાદ સવારે ઉઠ્યો જ નહી
આ પણ વાંચો:વડોદરામાં કાર ચાલક નબીરાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત : એક યુવતીનું મોત, સાત ઘાયલ
