Vadodara News/ વડોદરાના ફતેગંજમાં PGમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ રાત્રે મૂવી જોઈને પાછા આવ્યા પછી સૂતા વખતે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories Gujarat Breaking News

Vadodara News:વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક PGમાં રહેતા જમ્મુ-કાશ્મીર મૂળના 25 વર્ષીય વિદ્યાર્થી ગતિક અજયકુમાર દાસ (Gatik Ajaykumar Das)નું રહસ્યમય અને શંકાસ્પદ મોત થયું છે. પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ રાત્રે મૂવી જોઈને પાછા આવ્યા પછી સૂતા વખતે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને મૃતકના મિત્રો તથા PG સંચાલકના નિવેદનો લઈ લીધા છે. મૃતદેહને (Dead body) પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીનો રૂમમાંથી મળ્યો મૃતદેહ

ઘટના 14 નવેમ્બરની મધરાત્રિ પછીની છે. મૂળ જમ્મુ-કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ ફતેગંજ વિસ્તારમાં બ્લુ લેગુન હોટલ પાછળ આવેલા ‘સ્કાય હોમ PG’માં રહેતા હતા. તેઓ સુભાષ કલોની, ફતેગંજમાંથી (Fateganj) રાત્રે 1:30 વાગ્યે મૂવી જોવા ગયા હતા. મૂવી પછી પાછા ફરીને તેઓએ રાતનું ભોજન કર્યું, ટીવી જોયું અને પછી સૂવા ગયા. પરંતુ બીજા દિવસે, 15 નવેમ્બરની સવારે તેઓ જાગ્યા નહીં. PGમાં તેમના રૂમમેટતે સમયે ઘરે નહોતા, જેના કારણે PG સંચાલકને શંકા થઈ.

મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો

PG સંચાલકે તાત્કાલિક 108 અને પોલીસને અળરમ કરી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં ગતિકનો મૃતદેહ તેમના બેડ પર મળ્યો. તપાસમાં કોઈ બાહ્ય આઘાતના ચિહ્નો જોવા મળ્યા નથી, પરંતુ મોતનું કારણ અજ્ઞાત હોવાથી તેને શંકાસ્પદ ગણાવ્યું છે. મૃતદેહને પીએમ માટે સાયજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા

આ પણ વાંચો:વડોદરાઃ SSG હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત…

આ પણ વાંચો:વડોદરામાં અકોટાની હોટલમાં રિસેપ્શનિસ્ટને અમદાવાદના યુવકે મારી થપ્પડ, CCTVમાં કેદ થયો આરોપી