મુંબઇ,
બાહુબલાનારા ડિરેક્ટર રાજામૌલી પોતાની નવી ફિલ્મ સાથે ફરીથી બોક્સ ઓફિસ ગજાવવા માટે તૈયાર છે. આઝાદી પહેલા સ્વાધીનતા માટે મા મોભ કાજે લડનારા લોકોની વાત પર આધારિત આ ફિલ્મ હશે. તેમજ આ તેલુગુ ફિલ્મમાં બોલિવૂડના સિંઘમ અજય દેવગણ તેમજ સ્ટાર આલિયા ભટ્ટ પણ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે આ અંગે આલિય ભટ્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
Today I feel truly truly grateful.. Cannot wait to begin this beautiful journey with this stellar cast and massive team.. thank you @ssrajamouli sir for giving me this opportunity to be directed by you.. 💃💃💃💃 #RRRPressMeet https://t.co/4LylrkDBr5
— Alia Bhatt (@aliaa08) March 14, 2019
BIGGG NEWS… Ajay Devgn to play a prominent role in SS Rajamouli's upcoming film #RRR… Set in 1920s… A story based on two legendary freedom fighters… Stars Jr NTR and Ram Charan. #RRRPressMeet pic.twitter.com/5ds6bFHIDH
— taran adarsh (@taran_adarsh) March 14, 2019
રાજામૌલીના નિર્દેશનમાં 300 કરોડન બજેટમાં બનનારી આ ફિલ્મનું નામ આરઆરઆર છે. ફિલ્મનું આખું નામ રામા રાવણા રાજ્યમ હોઈ શકે છે. ફિલ્મમાં રામ ચરણ તેમજ જૂનિયર એનટીઆર લીડ રોલમાં છે.તો આલિયા ભટ્ટ અને અજય દેવગણને પણ અગત્યના રોલ માટે સાઇન કરવામાં આવ્યા છે. આ ફિલમ એક પીરિયડ ડ્રામા છે જેની વાર્તા 1920ની આસપાસની છે. જેમાં આઝાદી માટે સંઘર્ષ કરી રહેલા અલ્લૂરી સીતારામ તથા કોમારામ ભીમની કાલ્પનિક વાર્તા રજૂ કરવામાં આવી છે.
ફિલ્મ માટે હૈદરાબાદમાં જ મોટો સેટ ઉભો કરવામાં આવ્યો છે. બાહુબલીની સફળતા બાદ રાજામૌલીની આ પ્રથમ ફિલ્મ છે.
