અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકના લીધે વધુ ચાર લોકોના મોત નીપજ્યા છે. તેમા રાજકોટમાં બે, અમદાવાદ અને વડોદરામાં એક-એક વ્યક્તિનું હાર્ટએટેકના લીધે મોત થયું છે. અમદાવાદમાં એક વ્યક્તિ બુક બાઇન્ડિંગ કરાવવા આવ્યો હતો અને તેને અચાનક હાર્ટએટેક આવતા તે ઢળી પડ્યો હતો. 40 વર્ષીય હસમુખ પંચાલ નામનો વ્યક્તિ બુકબાઇન્ડિંગ માટે ગયો હતો અને તે સમયે તેને અચાનક હાર્ટએટેક આવતા તે ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.
વડોદરામાં ખાનગી કંપનીના હ્યુમન રિસોર્સ વિભાગમાં નોકરી કરતાં ભરત સુથારને બુધવારે સવારે પીઠમાં દુઃખાવો થતાં તેઓએ દુઃખાવાની દવા લીધી હતી. તેના પછી તેઓ નોકરીએ પણ ગયા હતા. પણ તેમને નોકરી દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. સહયોગીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. તેમને હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ પહેલા રાજકોટમાં ગોવિંદનગર ખાતે રહેતા પરસોત્તમ જાદવ પણ હૃદયરોગના હુમલાના લીધે મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા રાજકોટમાં જ થોરાળાના ગોકુલપરામાં ગુણવંત ચાવડા 38 વર્ષના ગુણવંત ચાવડા નામની વ્યક્તિનું પણ નિધન થયું હતું. તેના પછી હાર્ટએટેકથી તે મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું હતું.
ગુજરાતમાં સતત વધતા હાર્ટએટેકનું કારણ જાણવા અને તેનો અભ્યાસ કરવા રાજ્ય સરકારે ડોક્ટરોની કમિટી બનાવી છે. આ કમિટી દ્વારા યુવાનોમાં હાર્ટએટેક આવવાનું અને તેના મોત કેમ થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. હાલમાં તો આ સમસ્યા દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે.
આ પણ વાંચોઃ ST Strike/ ST કર્મચારીઓનું આંદોલન સમેટાયુઃ સરકારની ખાતરીથી સંતુષ્ટ
આ પણ વાંચોઃ Rusia-Ukraine-War/ રાષ્ટ્રપતિ પુતિન પોતાના જ સૈનિકોને ફાંસી આપતા હોવાનો અમેરિકાનો સનસનાટીભર્યો દાવો
આ પણ વાંચોઃ Canada/ ટ્રુડોના રાજમાં કેનેડામાં ખાલિસ્તાનને લઈને ‘જનમત સંગ્રહ ‘ની તૈયારી!

