રશિયાના સૈનિકોને ફાંસી આપવાના લઈને અમેરિકાનું મોટું નિવેદન સામે આવ્યું. અમેરિકાએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પુતિન પોતાના જ સૈનિકોને ફાંસી આપી રહ્યા છે. અમેરિકાએ રશિયા પર આરોપ લગાવ્યો કે યુક્રેનના યુદ્ધમાં આદેશનો અનાદર કરવા બદલ સૈનિકોને ફાંસી આપવામાં આવી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાએ રશિયા પર નવો આરોપ લગાવ્યો. તેમનું કહેવે છે કે યુદ્ધમાં જે સૈનિકોએ તેમના ઉપરી અધિકારીના આદેશનું પાલન નથી કરી રહ્યા તેમની હત્યા કરવામાં આવી રહી છે. યુદ્ધમાં આદેશ નહિ માનતા તમામ સૈનિકોની હત્યા કરવામાં આવી હોવાનો અમેરિકા રશિયા પર આરોપ લગાવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના પર અમેરિકાનો આ નવો આરોપ છે, જેના પછી માનવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચે તણાવ વધશે.
અમેરિકાનું આ નિવેદન ગુરુવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બી દ્વારા આપવામાં આવ્યું. ફોર્બ્સ મેગેઝિને અહેવાલમાં લખ્યું કે અમેરિકા પાસે નક્કર માહિતી છે કે જો યુક્રેન ફાયરિંગથી પીછેહઠ કરવાનો પ્રયાસ કરાશે તો રશિયન કમાન્ડર આખા યુનિટને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ તેના નવા હુમલામાં હજારો લોકોને નુકસાન પહોંચાડ્યું છે, જેમાંથી કેટલાક તેના પોતાના નેતાના આદેશ પર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું કે એવું લાગે છે કે માનવ વેવ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે. યુદ્ધમાં રશિયાના નબળા પ્રશિક્ષિત સૈનિકો છે જેમની પાસે સંપૂર્ણ સાધન અને નેતૃત્વનો અભાવ છે. તેમજ સંસાધનો અને સમર્થનનો પણ અભાવ છે. જો કે અમેરિકાના દાવા બાદ રશિયન એમ્બેસી દ્વારા આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
રશિયા તરફથી કોઈ સ્પષ્ટતા ના થતા કિર્બી કહે છે કે તેમનું આ પ્રકારનું વર્તન એ બાબતને વધુ મજબૂત કરે છે કે રશિયાને તેના સૈનિકોના જીવન પ્રત્યે કોઈ સન્માન નથી. સૈનિકોને અપાતી ફાંસીઓને નિંદનીય અને અસંસ્કારી ગણાવી હતી. સાથે આડકતરો ઈશારો પણ કર્યો કે રશિયાના સૈન્ય નેતાઓ તેઓ શું કરી રહ્યા છે તેની તેમને જાણ છે.
યુક્રેન-રશિયા યુદ્ધમાં રાષ્ટ્રપતિ પુતિનના વલણની ટિકા કરતા કિર્બી કહે છે કે આ મામલાને લશ્કરી દૃષ્ટિકોણથી સંભાળવામાં અસફળ રહ્યા છે. રશિયાનો તાજેતરનો હુમલો એ યાદ અપાવે છે કે કેવી રીતે રાષ્ટ્રપતિ પુતિન આખા યુક્રેન પર કબજો કરવાની તેમની આકાંક્ષાઓને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા યુક્રેન માટે તાજેતરમાં પ્રસ્તાવિત સહાય પેકેજ શક્ય તેટલી વહેલી તકે મકલવામાં આવશે.
આ પણ વાંચો : Stock Market/ શેરબજારનો પ્રારંભ જ કડાકાથી, સેન્સેક્સમાં 555 પોઇન્ટનો ઘટાડો
આ પણ વાંચો : New Rules!/ નવેમ્બરમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફાર, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર
આ પણ વાંચો : Basmati Rice/ બાસમતી ચોખા પર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની વધશે આવક