દરોડા/ નવાબ મલિકના મંત્રાલય હેઠળ આવતા વકફ બોર્ડના કૌભાંડની EDએ શરૂ કરી તપાસ,7 સ્થળો પર દરોડા

EDએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના મંત્રાલય હેઠળ આવતા બોર્ડ સાથે સંબંધિત પુણે કૌભાંડની તપાસ શરૂ કરી છે. EDએ આ કેસમાં ECIR નોંધી છે.

Top Stories India
ed 1 નવાબ મલિકના મંત્રાલય હેઠળ આવતા વકફ બોર્ડના કૌભાંડની EDએ શરૂ કરી તપાસ,7 સ્થળો પર દરોડા

EDએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના મંત્રાલય હેઠળ આવતા બોર્ડ સાથે સંબંધિત પુણે કૌભાંડની તપાસ શરૂ કરી છે. EDએ આ કેસમાં ECIR નોંધી છે. વકફના કુલ 7 સ્થળો પર દરોડાના સમાચાર સામે આવ્યા  છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા મની લોન્ડરિંગના મામલામાં પાડવામાં આવી રહ્યા છે. ED સૂત્રોએ જણાવ્યું કે વકફ જમીન કેસમાં મહારાષ્ટ્ર પોલીસની એફઆઈઆરના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે.

આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ નવાબ મલિકે NCB ઓફિસર સમીર વાનખેડે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપો લગાવ્યા હતા. આ પછી તેણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ આરોપ લગાવ્યા છે. આ મામલે ભાજપ અને નવાબ મલિક વચ્ચે ઘણા દિવસોથી વાર-પલટવાર થઇ રહ્યો છે.

 ભાજપના નેતા પર આક્ષેપ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે ફડણવીસ નકલી નોટોના કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમના ઈશારે મુંબઈમાં ગેરવસૂલી કરવામાં આવી રહી છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દાઉદના નજીકના સાથી રિયાઝ ભાટીને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. ફડણવીસ દ્વારા મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ પાસેથી જમીન ખરીદવાના આરોપ પર નવાબ મલિકે કહ્યું કે તેણે કાયદાકીય પ્રક્રિયા બાદ જમીન ખરીદી હતી.

નવાબ મલિકે આરોપ લગાવ્યો કે જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નોટબંધી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આતંકવાદ અને કાળું નાણું બંધ થશે. મોટા પાયે નકલી નોટોને દૂર કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં નકલી નોટો પકડાવા લાગી, પરંતુ 8 ઓક્ટોબર, 2017 સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટનો એક પણ કેસ નોંધાયો ન હતો. કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી ચલણનો ખેલ ચાલી રહ્યો હતો. 8 ઓક્ટોબર 2017ના રોજ એક દરોડામાં 14 કરોડ 56 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે તે બાબતને ઢાંકવાનું કામ કર્યું હતું.

ઉલ્લેકનીય છે કે એકબીજા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે ,નવાબ મલિક પ્રતિદિન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને આરોપોના પિટારો ખાેલી દે છે એવું માનવામાં આી રહ્યું છે કે ed  મંત્રાલય પર દરોડા પાડીને નવાબ મલિકને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.