Not Set/ સંબિત પાત્રાને 5 ટ્રિલિયનમાં કેટલા જીરો પુછનાર ગૌરવ વલ્લભની પોતાની બેઠક પર શું છે સ્થિતિ, જાણો

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આજે સામે આવી રહ્યા છે. વલણો વચ્ચે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનને બહુમતી મળે તેમ લાગી રહ્યુ છે. આ સાથે જ ભાજપ સત્તા ગુમાવતી પણ જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે હાલનાં સીએમ રઘુબરદાસની સામે જમશેદપુર પૂર્વ બેઠક સામે ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા કેટલાક […]

Top Stories India
Gourav Vallabh સંબિત પાત્રાને 5 ટ્રિલિયનમાં કેટલા જીરો પુછનાર ગૌરવ વલ્લભની પોતાની બેઠક પર શું છે સ્થિતિ, જાણો

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આજે સામે આવી રહ્યા છે. વલણો વચ્ચે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનને બહુમતી મળે તેમ લાગી રહ્યુ છે. આ સાથે જ ભાજપ સત્તા ગુમાવતી પણ જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે હાલનાં સીએમ રઘુબરદાસની સામે જમશેદપુર પૂર્વ બેઠક સામે ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ટીવી પર કોંગ્રેસનો લોકપ્રિય ચહેરો વલ્લભ ભાજપનાં સંબિત પાત્રને 5 ટ્રિલિયનમાં કેટલા જીરો પુછીને ચર્ચામાં આવ્યો હતો. જો કે, તેઓ તેમની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.

Related image

જમશેદપુર પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં 20 હજાર મતોની ગણતરી કરવામાં આવી છે. કોંગ્રેસનાં વલ્લભને માત્ર 1235 મત મળ્યા છે. ભાજપનાં રઘુબરદાસ 8212 મતો સાથે આગળ છે. અપક્ષ સરયુ રાય 6763 મતો સાથે ચૂંટણી લડી રહ્યા છે. વળી, જેવીએમ (પી) નાં અભયસિંહને અત્યાર સુધીમાં 1644 મતો મળ્યા છે. જમશેદપુર પૂર્વી વિધાનસભા મત વિસ્તારમાંથી મુખ્યમંત્રી રઘુબરદાસ સતત પાંચ વખત જીત્યાં છે. કોંગ્રેસે તેમની સામે ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. વલ્લભ એક્સએલઆરઆઈમાં પ્રોફેસર છે અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. ગૌરવ જોધપુરનાં પીપડ ગામનાં રહેવાસી છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસનાં પ્રવક્તા તરીકે સેવા આપી રહ્યા છે.

Image result for sambit patra and gaurav vallabh

ગૌરવ એ જ વ્યક્તિ છે જેમણે એક ટીવી ચેનલ પર ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને પૂછ્યું હતું કે 5 ટ્રિલિયનમાં કેટલા શૂન્ય આવે છે અને સંબિત તેનો તુરંત જવાબ આપી શક્યા નહોતા. તેમની આ વિડિઓ ક્લિપ્સ એકદમ વાયરલ થઈ હતી અને તે લોકપ્રિય બની હતી. ગૌરવએ સ્કૂલનું શિક્ષણ રાજસ્થાનનાં જોધપુરનાં પીપરથી મેળવ્યુ હતુ, ગૌરવે બી.કોમ અને પછી અજમેર યુનિવર્સિટીમાંથી એમ.કોમ.નો અભ્યાસ કર્યો હતો અને તે અહીંથી ગોલ્ડ મેડલિસ્ટ રહ્યો હતો. તેમણે ક્રેડિટ રિસ્ક મેનેજમેંટમાં પીએચડી, સીએ, સીએસ, એલએલબી ડિગ્રી પણ મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.