Not Set/ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે CM યોગી અને રૂપાણી પહોંચ્યા રશિયા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વ હેઠળ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા અને આસામના મુખ્યમંત્રી 4 દિવસની રશિયાની મુલાકાતે ગયા છે. રાજ્યમાં વિદેશી રોકાણની સંભાવના ને પ્રબળ બનાવવા અને રાજ્યોમાં વિદેશી રોકાણ વધે તે રીતના માહોલના દિશા નિર્દેશ માટે આ તમામ મુખ્યમંત્રી  રશિયાના પ્રવાશે ગયા […]

Top Stories India
rupani with goyel કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે CM યોગી અને રૂપાણી પહોંચ્યા રશિયા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વ હેઠળ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા અને આસામના મુખ્યમંત્રી 4 દિવસની રશિયાની મુલાકાતે ગયા છે. રાજ્યમાં વિદેશી રોકાણની સંભાવના ને પ્રબળ બનાવવા અને રાજ્યોમાં વિદેશી રોકાણ વધે તે રીતના માહોલના દિશા નિર્દેશ માટે આ તમામ મુખ્યમંત્રી  રશિયાના પ્રવાશે ગયા છે.

rasiya1 કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે CM યોગી અને રૂપાણી પહોંચ્યા રશિયા

મળતી માહિતી મુજબ યોગી આદિત્યનાથ ફૂડ પ્રોસેસિંગ, સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે પરસ્પર સહયોગ અને રોકાણના મુદ્દે ત્યાં લોકોને મળશે. મીટિંગનો ઉદ્દેશ્ય કરાર આધારિત  ખેતીમાં સહકાર આપવાનો પણ છે. સીએમ યોગી તેમની ચાર દિવસીય મુલાકાત પર અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

rasiya કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે CM યોગી અને રૂપાણી પહોંચ્યા રશિયા

ત્યાં જ  મુખ્યમંત્રી વિજય  રૂપાણી ગુજરાતના રફ ડાયમંડ માટે રશિયાના યુકુટિયા પ્રદેશ સાથે એક એમઓયુ કરશે. પ્રિમોસ્કી ક્રીમાં, ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ સંચાલક ડાયમંડ કટીંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશે. રૂપાણી 13 ઓગસ્ટે ગુજરાત પરત ફરશે.