Not Set/ મોદી-શાહ કૃષ્ણ અર્જુનની જોડી, રજનીકાંતે કર્યા ભારો ભાર વખાણ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. રજનીકાંતે આ માટે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે મોદી-શાહને કૃષ્ણ-અર્જુનની જોડી પણ ગણાવ્યા હતા. રજનીકાંતે કાશ્મીર અંગેના સરકારના નિર્ણયને મિશન કાશ્મીર ગણાવ્યો હતો. તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં બોલ્યા હતા. […]

Top Stories
aaaao 13 મોદી-શાહ કૃષ્ણ અર્જુનની જોડી, રજનીકાંતે કર્યા ભારો ભાર વખાણ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. રજનીકાંતે આ માટે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે મોદી-શાહને કૃષ્ણ-અર્જુનની જોડી પણ ગણાવ્યા હતા.

રજનીકાંતે કાશ્મીર અંગેના સરકારના નિર્ણયને મિશન કાશ્મીર ગણાવ્યો હતો. તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં બોલ્યા હતા. તેમણે સંસદમાં અમિત શાહના ભાષણની પ્રશંસા કરતા કહ્યું કે હવે લોકોને ખબર પડી જશે કે શાહ કોણ છે.

શાહે કહ્યું – કાશ્મીરમાં આતંકનો અંત આવશે

આ અગાઉ, કાર્યક્રમ દરમિયાન શાહે કહ્યું હતું કે, કલમ 370 ને તટસ્થ કરવાના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકનો અંત આવશે. આ રાજ્યને વિકાસના માર્ગ પર લઈ જશે. શાહે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો હટાવવો જોઈએ કારણ કે તેનાથી દેશને ફાયદો થયો નથી.

કલમ 370 ને સોમવારે નાબુદ કરી દેવામાં આવી હતી

5 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી. તે પછી ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જાહેરનામું બહાર પાડ્યું. જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો હશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.