CM Bhupendrapatel/ મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી અને તોશાખાનામાં જમાં કરાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ હરાજીનો કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી અને તોશાખાનામાં જમાં કરાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ હરાજીનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલને સુપેરે આગળ ધપાવી છે.

Top Stories Gujarat
Mantay 64 મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી અને તોશાખાનામાં જમાં કરાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ હરાજીનો કાર્યક્રમ યોજાશે

ગાંધનીગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ કરાશે. અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ત્રણ દિવસીય ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ તારીખ 18 જાન્યુઆરીના રોજ શરૂ થશે 20 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે.

આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) શ્રી ઉમંગ પટેલે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો  કન્યાકેળવણી સહિતના વિવિધ લોકહિત અને જન કલ્યાણ  કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલને સુપેરે આગળ ધપાવી છે. તદનુસાર,મુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:

આ પણ વાંચો: