Stock Market/ શેરબજાર ‘સ્વાહા’: બજારમાં ‘નરસંહાર’, સેન્સેક્સ 1,600 પોઇન્ટ ખાબક્યો

સતત રેકોર્ડ ઉછાળો નોંધાવી રહેલા ભારતીય શેરબજારમાં બુધવારે મોટો ઘટાડો નોંધાયો હતો અને તે તૂટી પડ્યું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1,628.01 પોઈન્ટ અથવા 2.22% ઘટીને 71,500.76 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 473.35 પોઈન્ટ અથવા 2.15% લપસીને 21,558.95 ના સ્તર પર બંધ થયો.

Top Stories Business
YouTube Thumbnail 2024 01 17T161421.624 શેરબજાર ‘સ્વાહા’: બજારમાં ‘નરસંહાર’, સેન્સેક્સ 1,600 પોઇન્ટ ખાબક્યો

મુંબઈઃ સતત રેકોર્ડ ઉછાળો નોંધાવી રહેલા ભારતીય શેરબજારમાં બુધવારે મોટો ઘટાડો નોંધાયો હતો અને તે તૂટી પડ્યું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1,628.01 પોઈન્ટ અથવા 2.22% ઘટીને 71,500.76 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 473.35 પોઈન્ટ અથવા 2.15% લપસીને 21,558.95 ના સ્તર પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન બજારમાં બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

સવારથી જ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

આજે સવારથી BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંનેમાં મોટા ઘટાડાનો સંકેત હતો. બંનેની શરૂઆત લગભગ એક-એક ટકાના ઘટાડા સાથે થઈ હતી. દિવસનો વેપાર જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ બજારની ખોટ વધી. ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીની ખોટ 2.25 ટકા સુધી પહોંચી ગઈ હતી, જે સ્થાનિક શેરબજારમાં એક દિવસના સૌથી મોટા ઘટાડામાંથી એક છે.

સેન્સેક્સને આટલું મોટું નુકસાન

એક દિવસ અગાઉ સેન્સેક્સ 73,128.77 પોઈન્ટ પર હતો. આજે તેણે 71,998.93 પોઈન્ટના મોટા નુકસાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1628.01 પોઈન્ટ અથવા 2.23 ટકા ઘટીને 71,500.76 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 71,429 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

આઈટી શેરો સિવાય બધુ ઘટ્યું

સેન્સેક્સ કંપનીઓમાં માત્ર ટેક શેરોએ જ બજારને થોડો ટેકો આપ્યો હતો. HCL ટેક સૌથી વધુ 1.34 ટકા મજબૂત થયો હતો. ઈન્ફોસિસ 0.55 ટકા, ટેક મહિન્દ્રા 0.54 ટકા અને TCS 0.38 ટકા વધ્યા હતા.બીજી તરફ HDFC બેન્ક સૌથી વધુ સાડા આઠ ટકા તૂટ્યા હતા. ટાટા સ્ટીલમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.કોટક બેન્ક, એક્સિસ બેન્ક, ICAI બેન્ક, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેર 2.38 ટકાથી 3.66 ટકા ઘટ્યા હતા.

નિફ્ટી

નિફ્ટી 50 વિશે વાત કરીએ તો આ ઇન્ડેક્સ 459.20 પોઈન્ટ (2.08 ટકા) ઘટીને 21,571.95 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ બંને 4.28 ટકા ઘટ્યા હતા. માત્ર નિફ્ટી આઈટીમાં 0.64 ટકાનો નજીવો વધારો થયો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી રિયલ્ટી જેવા સેક્ટરમાં પણ 1-2 ટકાનો ઘટાડો થયો છે.

રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ ધોવાયા

આજે માર્કેટમાં ઘટાડાનું સૌથી મોટું કારણ HDFC બેન્કમાં મોટો ઘટાડો છે. સેન્સેક્સના 1600 પોઈન્ટના ઘટાડામાં એકલા HDFC બેન્કે લગભગ 950 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. આજનો દિવસ સેન્સેક્સ અને નિફ્ટી બંને માટે લગભગ દોઢ વર્ષમાં સૌથી ખરાબ દિવસ સાબિત થયો. અગાઉ, જૂન 2022માં સ્થાનિક બજારમાં આવો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આટલા મોટા ઘટાડાથી રોકાણકારોએ માત્ર આજે જ રૂ. 4 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ