ઇરાને પાકિસ્તાનના આતંકવાદીઓની વધતી હેરાનગતિનો જોરદાર જવાબ આપતા એરસ્ટ્રાઈક કરી. ઇરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જૈશ અલ-અદલ આતંકવાદી જૂથના અડ્ડાઓને નિશાન બનાવતા મિસાઈલથી હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં આતંકવાદી જૂથના અડ્ડાઓનો ખાતમો થતા પાકિસ્તાન ક્રોધે ભરાયું હતું.. પાકિસ્તાને આ હુમલાની નિંદા કરતા પ્રારંભમાં બે વ્યક્તિના મોત અને ત્રણને ગંભીર ઇજા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ ઇરાને બલૂચિસ્તાનમાં કરેલ હવાઈ હુમલાને પગલે વિદેશમંત્રી સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી. ઇરાનની એરસ્ટ્રાઈક પર પાકિસ્તાન આટલો બધો ઉહાપોહ શા કારણે કરે છે તે મામલો સામે આવ્યો છે. આ હવાઈ હુમલામાં બે વ્યક્તિ નહિ પરંતુ 100 જેટલા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવતા પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. એક સમયે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. પરંતુ સરહદ પર કરાતી હેરાનગતિના કારણે ઇરાને એરસ્ટ્રાઈકનું મહત્વનું પગલું લીધું.
પોતાની જાળમાં ફસાયું પાકિસ્તાન
આખરે પાકિસ્તાન પોતાની જ જાળમાં ફસાઈ ગયું છે. ઈરાને જૈશ અલ-અદલ આતંકવાદી જૂથ સાથે જોડાયેલા બે આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ ધડાકા કરીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. આ હુમલાને લઈને એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનનો જૂઠનો નકાબ ઉતરી ગયો છે. આ હુમલામાં અનેક આતંકવાદીઓ અને નાગરિકોને ગંભીર ઇજા પંહોચી છે. ઈરાને પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોના કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ એર સ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાનના હુમલા બાદ આતંકી સંગઠન જૈશ અલ-અદલે એરસ્ટ્રાઈકની પુષ્ટિ કરી હતી. તેના બાદ જારી કરેલ નિવેદનમાં કહ્યું છે કે ઈરાને બલૂચિસ્તાનમાં તેના લડવૈયા (આતંકવાદીઓ)ના ઘરોને નિશાન બનાવ્યા છે. જૈશ જૂથનો કહેવાઆનો અર્થ એ થયો કે બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ હાજર છે.
જૈશ જૂથના સ્વીકાર સાથે પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લ પડે છે કે હુમલામાં નિર્દોષ લોકો ભોગ બન્યા. ઇરાને આતંકવાદી સંગઠન જૈશ જૂથના બે અડ્ડાઓને નિશાન બનાવતા તેમના કેટલાક લડાવૈયા (આતંકીઓ) માર્યા ગયા હતા. આ સાથે આતંકવાદી સંગઠને સ્વીકાર્યું છે કે બલૂચિસ્તાનમાં તેના આતંકવાદીઓ છે અને ઈરાને ત્યાં તેમના આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને બુધવારે હુમલાની સખત નિંદા કરતા તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અને કહ્યું હતું કે આ તેમની સંપ્રભુતા પર હુમલો છે. આટલું જ નહીં તેમણે ઈરાનના રાજદૂતને પણ ફોન કરીને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ભારતીય સરહદ પર હેરાનગતિ
પાકિસ્તાન હંમેશા ભારતની સરહદ પર અને સરહદની અંદર કોઈને કોઈ પ્રકારે હેરાનગતિ કરી રહ્યું છે. અનેક વખત ભારતને પણ પુરાવા મળ્યા છે કે ભારતમાં થઈ રહેલ કેટલીક હુમલાની ઘટનાઓમાં પાકિસ્તાની સંડોવણી અપ્રત્યક્ષ રીતે હોવાનું સામે આવ્યું છે. આ બાબત દર્શાવે છે કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. અને પાકિસ્તાનમાં વિવિધ સ્થળો પર આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. આ કેમ્પમાં આતંકવાદીઓને વિવિધ પ્રકારની તાલીમ અપાય છે કેટલીક વખત તેઓ બોંબ કરતા પણ વધુ વિસ્ફોટક એવા માનવબોમ્બ તૈયાર કરે છે. જેનો ઉપયોગ તેઓ પાકિસ્તાનની સરહદને અડીને આવેલ દેશોમાં આતંક મચાવવા કરે છે. ભારતની જેમ ઇરાનની બલૂચિસ્તાન સરહદ પર પાકિસ્તાનના આતંકવાદીઓ ઘૂસણખોરી તેમજ સરહદ પરના સૈનિકોને હેરાન ગતિ કરી રહ્યા છે. ભારત પણ હેરાનગતિનો જવાબ આપતા કરી પાકિસ્તાન પર નિયંત્રણ રાખી રહ્યું છે.
ઇરાને આપ્યો જવાબ
જૈશ અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનમાં સતત આતંકી હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે ઈરાનને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. ગુપ્તચર અહેવાલો અનુસાર, આ હુમલા તુર્બત અને પંચકુર સ્થિત આતંકવાદી કેમ્પ પર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદી છાવણીઓ પાકિસ્તાન સાથેની બલૂચિસ્તાનની સરહદથી 122 કિલોમીટર દૂર છે. ઈરાને મંગળવારે મોડી રાત્રે આ આતંકી કેમ્પો પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. ઈરાનના આ હુમલાઓમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાન આવનારા દિવસોમાં પણ આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. આ હુમલાઓને કારણે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે.
આ પણ વાંચો:તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો:સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત