ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં ઉત્તરપ્રદેશમાં સ્થપાયેલા બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ (યુપી)ની જેમ જ ફોર્મ્યુલા વન રેસિંગ ટ્રેક સ્થાપવામાં આવશે. આ ટ્રેક પાંચ હજાર કરોડથી દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવશે. ફોર્મ્યુલા વન ટ્રેક સ્થાપવાનું કાર્ય દુબઈના ભારતીય ઉદ્યોગપતિએ ઉપાડ્યું છે. આ ટ્રેક ગિફ્ટ સિટીમાં સ્થપાનારો હોઈ તેને પણ ટેક્સ ફ્રી રાખવામાં આવે તેવી સંભાવના છે.
આ ટ્રેક માટેના સરવે અને ફીઝેબિલિટી સ્ટડીનો પ્રારંભ થઈ ગયો છે. આ ટ્રેક 2028માં શરૂ થશે તેમ માનવામાં આવે છે. આમ રફતારના શોખીનો ગિફ્ટ સિટીમાં ફોર્મ્યુલા વન રેસિંગની મજા માણવા તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી અવનવા નાણાકીય સાહસોનું કેન્દ્ર બન્યું છે. તેમા આ વર્ષે ગુજરાત સરકાર સાથે કરવામાં આવેલા એમઓયુ મુજબ દેશની સૌપ્રથમ વિદેશી યુનિવર્સિટી પણ સ્થાપવામાં આવનારી છે. આ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતમાં ઘણી બધી કંપનીઓએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે અને તેમાની ઘણી કંપનીઓ ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપવાની છે. તેમા અગ્રણી વિદેશી એકમો પણ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
