Not Set/ રામ મંદિર વિવાદ : VHP દ્વારા યોજાઈ રહેલી ધર્મસભાને લઇ અયોધ્યામાં એલર્ટ, શિવસૈનિકો પણ પહોચશે અયોધ્યા

અયોધ્યા, ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તો અયોધ્યાના રામ મંદિરના નિર્માણને ચાલી રહેલો વિવાદને લઈને પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. એકબાજુ જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે, જયારે રવિવારે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું […]

Top Stories India Trending

અયોધ્યા,

૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તો અયોધ્યાના રામ મંદિરના નિર્માણને ચાલી રહેલો વિવાદને લઈને પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

uttar pradesh, ayodhya, ram temple dispute, vhp, dharmasabha, mantavya news, અયોધ્યા, રામ મંદિર વિવાદ, VHP, ધર્મસભા

એકબાજુ જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે, જયારે રવિવારે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ધર્મસભામાં અંદાજે ૨ લાખ લોકો ભેગા થવાની આશંકા છે.

બીજી બાજુ VHPની આ ધર્મસભાને લઈ અયોધ્યા પરિસ્થિતિ ખુબ તનાવપૂર્ણ જોવા મળી રહી છે. હિંદુ અને મુસ્લિમ પરિવારોના તનાવ અને પરિસ્થિતિ બગડવાના ડરથી લોકો અનાજ સહિતની સામગ્રી પણ એકઠી કરવા લાગ્યા છે.

શિવાજીના જન્મસ્થળથી માટી લઈને અયોધ્યા પહોચશે ઉદ્ધવ ઠાકરે

uttar pradesh, ayodhya, ram temple dispute, vhp, dharmasabha, mantavya news, અયોધ્યા, રામ મંદિર વિવાદ, VHP, ધર્મસભા

આ વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ૨૪ નવેમ્બર એટલે કે શનિવારના રોજ અયોધ્યા પહોચવાના છે. તેઓએ અનેક સંતો સાથે મળશે.

આ દરમિયાન તેઓ છત્રપતિ શિવાજીના જન્મસ્થળ શિવનેરી કિલ્લામાં પૂજા પાઠ કરીને અહિયાંથી માટી ભરી હતી અને ત્યારબાદ તેઓ આ માટી રામજન્મભૂમિ સ્થળના મહંતને સોપશે.

અયોધ્યા માટે રવાના થયા શિવસૈનિકો

શિવસેના પ્રમુખની ઉપરાંત શિવસૈનિકો પણ અયોધ્યા માટે રવાના થયા છે. “પહેલા મદિર પછી સરકાર”ના નારા સાથે હજારોની સંખ્યામાં શિવસૈનિકો ગુરુવારે થાણે સ્ટેશનથી અયોધ્યા માટે રવાના થયા છે.

શિવ સૈનિકોની આ અયોધ્યા યાત્રાને લઈ શિવસેના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

રામજન્મભૂમિ સ્થળની આસપાસ કરવામાં આવ્યો સુરક્ષાનો સખ્ત બંદોબસ્ત

uttar pradesh, ayodhya, ram temple dispute, vhp, dharmasabha, mantavya news, અયોધ્યા, રામ મંદિર વિવાદ, VHP, ધર્મસભા

વિશ્વ હિંદુ પરિષદની આ ધર્મસભાને લઈ અયોધ્યામાં પરિસ્થિતિ ખુબ તનાવપૂર્ણ જોવા મળી રહી છે. આ કારણે સમગ્ર શહેરમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શહેરમાં CRPF અને PACની સાથે સાથે યુપી પોલીસની તૈનાતી કરવામાં આવી છે.

આ ઉપરાંત અયોધ્યા અને ફૈજાબાદમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે, જો કે VHPનો રોડ શો રોકવામાં આવશે નહિ.