Not Set/ સરકાર બની કડક, કાશ્મીરના 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હુમલા પછી સરકારે મોટુ પગલું ભર્યું છે. સરકારે અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશમી કુરૈશી, શબીર શાહની સરકાર સુરક્ષા પરત લઇ લીધી છે. આ ઉપરાંત તેઓને મળી રહેલ  બધી જ સરકારી સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. સરકારના આ નિર્ણય પછી આ અલગાવવાદી નેતાઓ પાસેથી તાત્કાલિક અસરથી આ બધી […]

Top Stories India Trending
yr 7 સરકાર બની કડક, કાશ્મીરના 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

દિલ્હી,

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હુમલા પછી સરકારે મોટુ પગલું ભર્યું છે. સરકારે અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશમી કુરૈશી, શબીર શાહની સરકાર સુરક્ષા પરત લઇ લીધી છે. આ ઉપરાંત તેઓને મળી રહેલ  બધી જ સરકારી સુવિધાઓ છીનવી લેવામાં આવી છે.

સરકારના આ નિર્ણય પછી આ અલગાવવાદી નેતાઓ પાસેથી તાત્કાલિક અસરથી આ બધી સુરક્ષાઓ અ બધી સરકારી સુવિધાઓ પાછી લઈ લેવામાં આવશે. સરકારના આ નિર્ણય પછી હવે કોઈ પણ અલગાવવાદી નેતાને સરકારી ખર્ચના પર કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહીં.ઉપરાંત, જો આ નેતા કોઈ પણ પ્રકારનું રાજ્ય અથવા કેન્દ્ર સરકારની સુવિધાનો લાભ ઉઠાવે તો આ પણ પાછી લેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે પુલાવામામાં 40 જવાનોની શહાદત પછી આખા દેશમાં આ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ભારત સરકાર આ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે 15 ફેબ્રુઆરીએ જ કહ્યું હતું કે આ નેતાઓની સુરક્ષા પછી લેવામાં આવશે. આજે આ નિર્ણય પર અમલ કરતા સરકારે આ તમામ સુરક્ષાને પાછી ખેંચી લીધી છે.