Not Set/ રજનીકાંતનો પક્ષ આવનારી લોકસભાની ચૂંટણી નહીં લડે

ચેન્નાઇ અગાઉ રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચુકેલા તમિલ ફિલ્મ સ્ટાર રજનીકાંતે એક નવી જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમનો પક્ષ આવનાર લોકસભાની ચૂંટણી નહીં લડે. 2017ના ડિસેમ્બરમાં રાજકારણમાં આવવાની જાહેરાત કરનાર રજનીકાંતે  એવો પણ ખુલાસો કર્યો છે કે તેમની પાર્ટી કોઇને ટેકો નહીં આપે અને  પ્રચાર દરમિયાન કોઇ પણ પાર્ટી તેમનો ફોટો કે તેમની પાર્ટીના ચિન્હનો […]

Top Stories Trending Entertainment
yr 6 રજનીકાંતનો પક્ષ આવનારી લોકસભાની ચૂંટણી નહીં લડે

ચેન્નાઇ

અગાઉ રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચુકેલા તમિલ ફિલ્મ સ્ટાર રજનીકાંતે એક નવી જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમનો પક્ષ આવનાર લોકસભાની ચૂંટણી નહીં લડે.

2017ના ડિસેમ્બરમાં રાજકારણમાં આવવાની જાહેરાત કરનાર રજનીકાંતે  એવો પણ ખુલાસો કર્યો છે કે તેમની પાર્ટી કોઇને ટેકો નહીં આપે અને  પ્રચાર દરમિયાન કોઇ પણ પાર્ટી તેમનો ફોટો કે તેમની પાર્ટીના ચિન્હનો પણ ક્યાંય ઉપયોગ કરી શકે.

એક સ્ટેમેન્ટમાં રજનીકાંતે કહ્યું છે કે આવનાર ચૂંટણીમાં કોઇ પણ વ્યક્તિ રજની મક્કલ મંદ્રમ કે રજની ફેન ક્લબના ફોટા કે લોગોનો ઉપયોગ નહીં કરી શકે.

ભાજપની નજીક ગણાતા રજનીકાંતે કહ્યું હતું કે, તેમની પાર્ટી તમિલનાડુની દરેક વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે .ગયા વર્ષે નવેમ્બરમાં રજનીકાંતે ભાજપને જોખમી ગણાવ્યું હતું. જોકે ત્યારપછી તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે, વિપક્ષ માટે ભાજપ જોખમી છે. સત્તાધારી પાર્ટી જનતા માટે જોખમી છે કે નહીં તે નક્કી કરવું તે લોકોનું કામ છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જો દરેક વિપક્ષી દળ ભાજપને જોખમી કહે છે તો તેવું ચોક્કસથી હશે.