Not Set/ ટ્રાફિકનાં નવા નિયમનાં અમલીકરણની મર્યાદા લંબાવવામાં આવી, હવે 31 ઓક્ટોબર સુધી મળશે રાહત

ગુજરાતમાં નવા ટ્રાફિકનાં નિયમનાં અમલીકરણને લઇને અગાઉ 15 ઓક્ટોબર સુધી નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો હતો. જેમા હવે 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમનાં અમલીકરણની મર્યાદા વધારીને 31 ઓક્ટોબરની કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ટ્રાફિકનાં ભંગ પર 31 ઓક્ટોબર સુધી જૂના નિયમ મુજબ દંડ લેવામાં આવશે. ગુજરાતનાં વાહનચાલકો માટે રાહતનાં સમાચાર […]

Top Stories Gujarat Others
new traffic ટ્રાફિકનાં નવા નિયમનાં અમલીકરણની મર્યાદા લંબાવવામાં આવી, હવે 31 ઓક્ટોબર સુધી મળશે રાહત

ગુજરાતમાં નવા ટ્રાફિકનાં નિયમનાં અમલીકરણને લઇને અગાઉ 15 ઓક્ટોબર સુધી નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો હતો. જેમા હવે 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમનાં અમલીકરણની મર્યાદા વધારીને 31 ઓક્ટોબરની કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ટ્રાફિકનાં ભંગ પર 31 ઓક્ટોબર સુધી જૂના નિયમ મુજબ દંડ લેવામાં આવશે.

ગુજરાતનાં વાહનચાલકો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રાફિકનાં નવા નિયમોનો અમલ 1 નવેમ્બરથી કરવામાં આવશે. દેશનાં ઘણા રાજ્યોમાં ટ્રાફિકનાં નવા નિયમનાં લાગુ કર્યા બાદ જે રીતે લોકોને ટ્રાફિકનાં નિયમોનાં ભાંગ બદલ દંડ કરવામાં આવ્યો જેને જોઇને રાજ્યનાં મોટા ભાગનાં લોકો સતર્ક થઇ ગયા હતા. જેને પગલે PUC સેન્ટર હોય કે RTO માં લાયસન્સ કઠાવવાનું હોય, દરેક જગ્યાએ વાહનોની  ભારે ભીડ જોતા સરકારે આવતા 15 દિવસ સુધી નવા નિયમોને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

નવરાત્રીનાં તહેવાર વચ્ચે અને થોડા દિવસો બાદ આવી રહેલી દિવાળીને ધ્યાને લેતા રાજ્યની જનતાને સરકાર દ્વારા જાણે એક રાહત  ભેટ આપવામાં આવી છે. જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિકલ એક્ટ હેઠળ તમામ રાજ્યોમાં સરખા નિયમોો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અકસ્માતોને નિયંત્રણમાં લેવાનાં હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમા દંડાત્મક જોગવાઇ વધુ પ્રમાણમાં કરવામાં આવી, પરિણામે ગુજરાતમાં તેના અમલને લઇને સરકાર વિચારણા પર ભાર આપી રહી છે, ત્યારે અગાઉ 15 ઓક્ટોબર સુધી આ નિયમને મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે તેને વધુ 15 દિવસ વધારવામાં આવેલ છે. મળી રહેલી માહિતી અનુસાર ટ્રાફિકનાં નવા નિયમ હવે 1 નવેમ્બરનાં રોજથી લાગુ કરવામાં આવી શકે છે.

સમગ્ર માહિતી માટે જુઓ મંતવ્ય ન્યૂઝ

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ટ્રાફિકનાં નવા નિયમનાં અમલીકરણની મર્યાદા લંબાવવામાં આવી, હવે 31 ઓક્ટોબર સુધી મળશે રાહત