Ravindra Jadeja/ પ્રથમ તબક્કાના મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બાલા સાહેબનો જૂનો વીડિયો શેર કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ મતતદારો ભારે સંખ્યામાં મતદાન કરે તે અંગે અપીલ કરી રહ્યા છે

Gujarat Gujarat Assembly Election 2022
Cricketer Ravindra Jadeja 

Cricketer Ravindra Jadeja      ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ મતતદારો ભારે સંખ્યામાં મતદાન કરે તે અંગે અપીલ કરી રહ્યા છે. આજે મતદાન શરૂ થતા પહેલા જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ પર એક જૂનો બાલા સાહેબ ઠાકરેનો વીડિયો પોસ્ટ કર્યો છે,આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેના લીધે રાજકારણ ગરમાયું છે. આ વીડિયો પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ટ્વિટ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા સામે તેની બહેન કોંગ્રેસ તરફથી  ઉમેદવારી નોંધાવી છે જાડેજાની પત્નીની વાત કરીએ તો તેઓ ઉત્તર જામનગર બેઠક પરથી મેદાનમાં છે. રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો ત્યારે પત્ની રીવાબાએ કહ્યું હતું કે પરિવારમાં કોઈ મતભેદ નથી માત્ર વિચારધારાની વાત છે .

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે. 27 વર્ષના શાસન બાદ ભાજપને ઇન્કબેકસીનો ડર સતાવી રહ્યો છે પરતું મોદીની લોકપ્રિયતા આજે પણ બરકારાર છે.ભાજેપ પહેલાથી જ તડામાર તૈયારીઓ કરી લીધી હતી અને મેગા રેલીઓનો આયોજન કરીને જીતવા માટે કમર કસી છે, જયારે કોંગ્રેસે ખાટલા પરિષદ કરીને પ્રચાર કર્યો જયારે આમ આદમી પાર્ટીએ પણ વીજળી ફ્રી ની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાની સ્ટ્રેજી બનાવી છે, હાલ મતદારોને મિજજા શું છે તે જાણવું મુશ્કેલ છે. પરિવર્ત કરશે કે ભાજપ પર ફરી ભરોસો કરશે તે જોવાનું રહ્યું, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના શાસનના ભરોસા પર મતદાન કરશે કે પછી પરિવર્ત માટે મતદાન કરશે તે જાવાનું રહ્યું. આ વખતે મોંઘવારી,પેપરકાંડ,સહિતના સ્થાનિક મુદ્દાઓ ચૂંટણી પર અસર કરે તેવી સંભાવના રહેલી છે. પરતું મોદીની લોકપ્રિયતા ભાજપ માટે બોનસ પોઇન્ટ છે.