@કાર્તિક વાજા, ગીર ગઢડા
ઊના ICDSના ઇ.ચાર્જનો CDPનો વધુ એક ચોકાવનારો ઓડીયો વાયરલ થયો છે. ઓડીયોમાં સૈરાષ્ટ્ર ઝોનની તમામ ડિપાર્ટમેન્ટની ભરતીની જવાબદારી સોપાઇ હોવાનો એકરાર કર્યો છે.
ઊના સંકલીત બાળ વિકાસ યોજનાના ઇન્ચાર્જ સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને હેલ્પરની ખાલી જગ્યા માટે ઓનલાન ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હતી. આ ભરતી સરકારના નિતી નિયમને નેવે મૂકી ભ્રષ્ટાચાર કરી કોભાંડ કર્યા હોવાના અગાઉ ત્રણ જેટલા ઓડીયો વાયરલ થયાં છે. અને ભારે ચકચાર મચી હતી.
હવે આ પ્રકરણમાં વધુ એક ચોકાવનારા ઓડીયો બહાર આવ્યો છે. તેમાં ઉનાના આ અધિકારીને સરકારે સૈરાષ્ટ્ર ઝોનનો ઇન્ચાર્જનો હવાલો આપ્યો છે. અને તેને તમામ ડિપાર્ટમેન્ટની ભરતી પ્રક્રિયાના ફોર્મની ચકાસણી કરીને પરીક્ષા લીધા વગર સીધી ભરતી દરેક ડીપાર્ટમેન્ટની ખાલી જગ્યામાં ભરવાનો વાયરલ ઓડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અગાઉની ઓડીયોમાં આ સંકલીત બાળ વિકાસ યોજના હેઠળ આવતી આંગણવાડી કેન્દ્રમાં ઉમેદવારના રહેવાસી પ્રમાણપત્રમાં વિસંગતા બાબતે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે ચર્ચા ઉઠી હતી. પરંતુ આ ભરતીમાં એક ઉમેદવારએ પોતે વાર્ડ નંબર 5 માં રહેતા હોવા છતાં વોર્ડ નં.9નો રહેવાસીનો દાખલો મામલતદારનો આપેલ હતો. ત્યારે નગરપાલીકાનો રેકર્ડ પર નિકળેલ આ મહીલા ઉમેદવાર વોર્ડ નં.5માં રહેતા હોવાનો પાલીકાના બે ચુંટાયેલા સભ્યની ખાત્રીથી કઢાવ્યો હતો. અને ઓનલાઇન ભરતીમાં આ વર્કરએ ખાલી જગ્યા વોર્ડ નં.8માં ઉમેદવારી નોંધાવતા અને ખોટું સોગંદનામુ કરી આપ્યું હતું. તેને આંગણવાડી કેન્દ્રના આ ઇન્ચાર્જ સીડીપીઓ એ ભરતી પણ કરી દીધી હતી.
Weather / રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં
પરંતુ પાછળથી વિવાદ થતાં સીલેકટ થયેલ ઉમેદવારે પોતાને નોકરી કરવી નથી. તેવું કચેરીમાં લેખિત આપી તેના આ ખોટા કાર્યને દબાવી દેવાયુ હતુ.
Court / શું તમેં જાણો છો, દેશમાં કેટલા પ્રકારની કોર્ટ હોય છે? ક્યાં …
અહી સવાલએ ઉઠે છેકે આ ભરતી ભ્રષ્ટાચાર કોભાંડમાં સરકાર સાથે પણ છેતરપીંડી માટે રાજકીય ભલામણો આવતી હોવાનો આ વાયરલ ઓડીયોમાં ઉલ્લેખ કરાય છે. શું આ ભરતી કોભાંડમાં ફરજ પરના અધિકારી કે ઉચ્ચ અધિકારીથી પણ સંડોવળી છેકે શું ? તે તપાસનો વિષય બની રહ્યો છે…
(ઇન્ચાર્જ સીડીપીઓ અને યુવક વચ્ચેની વાતચીતના કેટલાક અંશો છે.)
ઇCDPO- એક મહીનાનું કામ સરકારે કામ એવું આપી દીધે છે કે હેરાન થઇ ગઇ છું..સરકારની વિવિધ 8 ખાતાની ભરતી પ્રક્રિયાની જવાદારી મને આપી દીધી છે. સૈરાષ્ટ્ર ઝોન મને આપ્યુ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે આઇસીડીએસ, ખેતીવાડી, વિભાગએ બધાજના ઓનલાઇન ફોર્મ ચેક મારે જ કરવાના મને ચાર મહીનાનું ડિપ્યુટેશ આપતા હતા પણ કોરોનાના વધતા જતા કેસના કારણે જઇ શકાયુ નહી. અને આખી ઓફીસ ઉનામાં જ શરૂ કરી આપી. મારે રોજની 8 હજાર અરજી ચેક કરવાની હોય મારી સહી સીક્કાથી ગાંધીનગર ઉમેદવારના ડોક્યુમેન્ટ મોકલુ એટલે ત્યાથી ઉમેદવારનો ઓડર આવી જાય. આ બધુ કામ કરવાથી હું કંટાળી ગઇ છું. આમા રાજકારણીના પ્રેશર આવે અને મંત્રીના ફોન આવે…
યુવક – સારૂને લોકોનુ કામ થાય તો..
ઇ.CDPO- સારૂ તો થાય પણ આપણી કાંઇક લીમીટ તો હોય કે નહી દુનિયા શું છે હું કઇ દુનિયામાં છુ એજ મને ખબર નથી. સાવ આવુ નહોતુ ધાર્યુ કે નોકરીમાં આવુ બધુ હશે, સાવ કંટાળી ગઇ છું.
ઇન્ચાર્જ સીડીપીઓની ખરેખર કામગીરી એમની વાત કરતા સાવ અલગ છે…
ઊનાના મુખ્ય સેવિકા દર્શનાબેન પુરોહીતને ઇ.ચાર્જ સીડીપીઓમાં ચાર્જ 15 ફેબ્રુ.2020 થી 15 ઓગસ્ટ 2020 સુધી રહ્યો છે. આ સમય ગાળા દરમ્યાન તેમની વાતચીતની ઓડીયો ક્લીપ વારયલ થયેલ છે. ઇ.ચાર્જ સીડીપીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવેલ હતુ કે તેમની જવાબદારી મુખ્ય સેવિકા તરીકેની જવાબદારી હોય છે. અને દર્શનાબેન ઇ.ચાર્જ સીડીપીઓ હતા. ત્યારે તાલુકાની 23 આંગણવાડી ભરતીની કાર્યવાહી કરી ત્યારે તેમની ઓડીયો વાતચીતમાં તદન અલગ વાત કરતા સાંભળવા મળે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
