Ahmedabad News/ મિલકત ખરીદનારને ઝટકોઃ ચાર્જેબલ FSI પર 18% GST, Credai એ FSI પરના નિર્ણયનો કર્યો વિરોધ

મિલકતની કિંમતોમાં 8 થી 10 % નો વધારો થઈ શકે છે, મિલક્ત ખરીદનારે આર્થિક ભારણનો સામનો કરવો પડી શકે છે. CREDAI વિરોધ કર્યો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News : Credai એ કેન્દ્ર સરકાર દ્વારા ચાર્જેબલ FSI પર 18% જીએસટી(GST) લાગવાના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. Credai ના ગુજરાત પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી બાંધકામ ક્ષેત્ર પર ભારે બોજો આવશે અને મિલકતોની કિંમતોમાં વધારો થશે.

પટેલે જણાવ્યું કે, નવી જંત્રીના અમલ અને જીએસટીના કારણે મિલકતોની કિંમતો 10% સુધી વધી શકે છે. આનાથી મધ્યમ વર્ગના લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બનશે અને આવાસ નીતિને ફટકો પડશે. મધ્યમ વર્ગની ખરીદ શક્તિ પર સીધી અસર પડશે. વિકાસકર્તાઓને જીએસટી પર આઈટીસી મેળવવામાંથી પણ બાકાત રાખવામાં આવ્યા છે, તેથી આ પ્રકારના પ્રસ્તાવથી વધુ ખર્ચ અને ડબલ ટેકસેશન થશે જે કોઈ રીતે યોગ્ય જણાતું નથી.

Credai એ દલીલ કરી હતી કે, આ નિર્ણયથી ડેવલોપર્સ પર અણધાર્યો બોજો આવશે અને ચાલુ અને પૂર્ણ થયેલા પ્રોજેકટ્સના ખર્ચમાં વધારો થશે. આનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ધીમો પડી શકે છે. કાચા માલનો ખર્ચ પહેલેથી જ વધ્યો છે અને આવા વધારાના ચાર્જથી સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ્સને આર્થિક રીતે બિનઉપયોગી બનાવશે.

Credai એ એમ પણ જણાવ્યું કે, ડેવલોપર્સને જીએસટી પર આઈટીસી મળવાથી બાકાત રાખવામાં આવ્યા છે જેના કારણે વધુ ખર્ચ અને ડબલ ટેક્સેશન થશે. કાનૂની સ્થિતિ સ્પષ્ટ છે અને એફએસઆઈ પર જીએસટી લાગવો યોગ્ય નથી. Credai એ કેન્દ્ર સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં જંત્રીમાં સૂચિત વધારા સામે બિલ્ડરોએ વિરોધ નોંધાવ્યો: કહ્યું- નવા દર લાગુ થશે તો મકાનની કિંમત 40 ટકા વધશે, કોઇને પોસાશે નહીં; કોર્ટમાં જઈશું

આ પણ વાંચો: દેશભરના બિલ્ડરોને સુપ્રીમ કોર્ટની ટકોર, પ્રોપર્ટી ખરીદવા મામલે કડક નિયમો જરૂરી

આ પણ વાંચો: જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને-સામને