Jamnagar News/ જામનગરમાં પૂરઝડપે આવતી કારે મહિલાને અડફેટે લેતા ગંભીર ઘાયલ, આરોપી ઝડપાયો

જામનગરના રણજિતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક-1 વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Top Stories Gujarat Others

Jamnagar News : જામનગરમાં એક અકસ્માતની હચમચાવી દેતી ઘટના CCTVમાં કેદ થઈ છે. એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. એ વખતે જ પૂરઝડપે આવી રહેલા કારચાલકે તેને અડફેટે લઈ ઉડાડી દીધી હતી, જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જામનગરના રણજિતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક-1 વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અતિવેગે દોડી રહેલી એક કાર રસ્તો ક્રોસ કરી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારી દે છે. આ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે મહિલાને ઘણે દૂર સુધી ફંગોળાઈ હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત મહિલાને જીજી હોસ્પિટલમાં પહોંચાડી હતી. હાલ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો છે.મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે પોતાના ઘર પર છે. બીજી તરફ ગાડીચાલક પણ ઝડપાઈ ગયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આજે સાંજે પોલીસ દ્વારા મહિલાનું નિવેદન નોંધવામાં આવી શકે છે.

મહિલાને કારચાલકે હડફેટે લઈ ફંગોળી નાખી હતી, ત્યાર બાદ તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ ઘટનાએ એક વખત ફરી શહેરમાં વધી રહેલા ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યા સામે આંગળી ચીંધી છે. અતિવેગે વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ જોયા વિના વાહન ચલાવવું જેવા ગુનાઓને કારણે આવા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ ઘટના બાદ લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસતંત્રને પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, સાથે સાથે ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો કરવા જોઈએ.આજથી બે દિવસ પહેલાં રાજકોટમાં પણ અકસ્માતની એક ઘટના સામે આવી હતી, જેમાં ઘરકામ કરતી મહિલા BRTS ટ્રેક ટપીને નીકળવા ગઈ હતી. એ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે અડફેટે લેતાં ઘટનાસ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ તેના પતિ તેમજ પુત્ર આવી પહોંચ્યા હતા અને માતાવિહોણા બનેલા પુત્રએ આક્રંદ મચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. એમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કઈ રીતે એક મહિલા BRTS ટ્રેકમાં ઘૂસે છે અને તે રેલિંગ ટપીને બહાર નીકળે એ પહેલાં જ પૂરપાટ ઝડપે આવતી બસની અડફેટે આવે છે. બસની જોરદાર ટક્કર વાગતાં મહિલા ત્યાં જ પડી જાય છે, જેને લઇને બસના ટાયર તેમના પર ફરી વળે છે અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજે છે.આજથી 6 દિવસ પહેલાં વડોદરા-વાઘોડિયા રોડ બાઈકચાલકનો મહિન્દ્રા XUV કાર અને પિકઅપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પૂરઝડપે જઈ રહેલો યુવક પહેલા મહિન્દ્રા SUV કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ મફતલાલની નિમણૂક

આ પણ વાંચો: ગીર સોમનાથમાં દીપડાએ બાળકીને બનાવી પોતાનો શિકાર

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઉના નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો