Not Set/ અગ્રણી IT કંપની TCS ૧૦૦ બિલિયન ડોલર સાથે બની દેશની સૌથી મોટી કંપની

મુંબઈ, દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ૧૦૦ અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે ભારતની પ્રથમ કંપની બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતના શેર બજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ TCS કંપનીએ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ૧૦૦ બિલિયન ડોલરના ક્લબના એન્ટ્રી લીધી હતી. સોમવારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર ૪ ટકા વધીને ખુલ્યા હતા અને પ્રતિ શેર […]

Top Stories

મુંબઈ,

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ૧૦૦ અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે ભારતની પ્રથમ કંપની બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતના શેર બજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ TCS કંપનીએ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ૧૦૦ બિલિયન ડોલરના ક્લબના એન્ટ્રી લીધી હતી.

સોમવારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર ૪ ટકા વધીને ખુલ્યા હતા અને પ્રતિ શેર ૩૫૪૧ રૂપિયા થઇ ગયા હતા. આ સાથે જ ટાટા ગ્રુપની કંપની TCSનું માર્કેટ ૬,૭૮,૦૦૨ રૂપિયા થઇ ગયું છે. આ પહેલા TCSના શેરોમાં શુક્રવારે ૭ ટકાની મજબૂતી આવી હતી અને એક દિવસમાં રોકાણકારોની સંપત્તિ ૪૦૦૦૦ કરોડ વધી ગઈ છે.

૧૦૦ બિલિયન ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ ટાટા સમૂહના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું, “કંપની આ મૌકાનો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. તેઓએ આશા જતાવી છે કે, આવનારા ત્રિમાસિક ગાળામાં TCS વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે”.

ચાલુ વર્ષના જાન્યુઆરીથી માર્ચના ગાળામાં કેટલાક મોટા પ્રોજેક્ટ હાથ લાગવાના કારણે કંપનીને ગત વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા કરતા સૌથી વધુ શુદ્ધ લાભ મળ્યો છે. TCS દ્વારા ગુરુવારે શેર બજાર બંધ થવાની સાથે જ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના રિઝલ્ટની ઘોષણા કરી હતી. આ દરમિયાન TCS દ્વારા ૬૯૦૪ કરોડ રૂપિયાનો શુદ્ધ લાભનું એલાન કરવામાં આવ્યું હતું.

TCS દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ગત નાણાકીય વર્ષમાં ૩૨,૦૭૫ કરોડ રૂપિયાની ઓપરેશનલ ઇન્કમ થઇ હતી જે ૨૦૧૬-૧૭ના તુલનામાં ૮.૨ ટકા વધુ હતી.

ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૭ના ત્રિમાસિક ગાળામાં TCSની સેલ્સમાં ૩.૯૩ ટકાનો વધારો થયો હતો જયારે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭ના સમયમાં ૪.૨૯ ટકાના વધારા સાથે ૬૪૪૬ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા પ્રતિ શેર ૨૯ રૂપિયા ડીવીદંડ આપવાની ઘોષણા કરી છે સાથે સાથે પોતાના શેરહોલ્ડરોને ૧ : ૧ રેશિયો સાથે ઇક્વિટી શેર આપવાની ઘોષણા કરી છે.

વિશ્વમાં ૧૦૦ બિલિયન ડોલરના માર્કેટ કેપ સાથેની કંપનીઓનો એક ખાસ ક્લબ છે જેમાં અગ્રણી મોબાઈલ ઉત્પાદક કંપની એપલ, એમેઝોન, ફેસબુક સહિતની કુલ ૬૩ કંપનીઓનો સમાવેશ થાય છે.