રાહુલ ગાંધીને મોદી સમાજની માનહાનિના કેસમાં સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે બે વર્ષની સજા કરી છે. આ સજાના પગલે રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આરોપ મૂકવાનું પણ શરૂ કરી દીધુ હતુ. જો કે રાહુલ ગાંધીએ આ સજાની સામે તાત્કાલિક જામીન અરજી કરી હતી અને આ જામીન અરજી કોર્ટે મંજૂર રાખતા ફક્ત રાહુલ ગાંધી જ નહી પણ સમગ્ર કોંગ્રેસ પક્ષે હાશકારો અનુભવ્યો હતો. રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર 30 દિવસ માટે જામીન મળ્યા છે અને તે હવે તેમની સામેના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે તેમ જાણવા મળ્યું છે.
રાહુલ ગાંધીને થયેલી સજાના પગલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ તેજ બને તેવા એંધાણ છે. કોંગ્રેસે તો સરકાર પર મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષાથી બીજે ધ્યાન ભટકાવવા રાહુલ ગાંધી પાછળ પડી જવાનો આરોપ મૂક્યો હતો. તેની સાથે વડાપ્રધાન મોદીએ 15 લાખના આપેલા વચનને પણ હજી સુધી પૂરુ કર્યુ ન હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને Rahul Gandhi મોદી સરનેમ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. રાહુલ વિરુદ્ધ મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કોર્ટ દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં Rahul Gandhi આવ્યો છે.
શું છે મામલો?
આ મામલો 2019ની લોકસભા ચૂંટણી પહેલાનો છે. આરોપ છે કે કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કૈસે સૌ ચોરોં કા સૂરનામ મોદી હૈ?” તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે.
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
પૂર્ણેશ મોદીએ સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો ગુનો દાખલ કર્યો હતો. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વોરાની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. Rahul Gandhi શુક્રવારે બંને પક્ષોની લાંબી દલીલનો અંત આવ્યો હતો.
રાહુલ ઓક્ટોબર 2021માં હાજર થયા હતા
રાહુલ આ કેસમાં છેલ્લીવાર ઓક્ટોબર 2021ના રોજ કોર્ટમાં હાજર થયા હતા, ત્યારબાદ તેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને આ વાતની જાણ નથી અને તેઓ નિર્દોષ છે. તે જ સમયે, રાહુલના વકીલે દલીલ કરી હતી કે કોંગ્રેસના નેતા વિરુદ્ધ કોઈ દસ્તાવેજી પુરાવા નથી અને કોઈ પણ રાજકારણી 13 કરોડની વસ્તી ધરાવતા સમાજ વિશે ખોટા નિવેદનો નહીં કરે. Rahul Gandhi રાહુલના વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે સમાજ પર નહીં પરંતુ નરેન્દ્ર મોદી, લલિત મોદી, નીરવ મોદી અને અન્યના નામ પર ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને કલમ-500 હેઠળ દોષિત ઠેરવ્યા તે કલમ શું છે તે જાણો
આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલને ફરીથી ‘મોદી’ નડ્યાઃ માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા
આ પણ વાંચોઃ Hindenberg Effect/ હિન્ડનબર્ગ હવે નવો અહેવાલ લઈ આવશે, અદાણી પછી હવે કોણ
