Rajasthan News: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે સવારે થયેલા માર્ગ અકસ્માત (Churu Road Accident)માં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકોનાં મોત નીપજ્યાં છે. સાત મહિનાની એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર ગોગામેડીમાં દેવીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં થયેલા અકસ્માતને કારણે ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો.
Churu Road Accident: ગોગામેડી દર્શનાર્થે જતો હતો પરિવાર
પ્રાપ્ત માહિતી અનુસાર, તારાનગર વિસ્તારના સોમસીસર ગામનો પરિવાર કારમાં ગોગામેડી ખાતે દેવીનાં દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ચુરુ જિલ્લાના સાદુલપુર વિસ્તારના દદરેવા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર (Churu Road Accident) થઈ હતી.
અકસમાત એટલો ગંભીર હતો કે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દદરેવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ છ લોકોને મૃત (Six Killed Rajasthan) જાહેર કર્યા હતા.
એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત
આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો અને કારના ડ્રાઇવર સહિત કુલ છ લોકોનાં મોત થયાં છે. અકસ્માતમાં સાત મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ (Seven Month Old Baby Injured) થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે ચુરુની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.
સોમસીસર ગામમાં શોકનો માહોલ
અકસ્માતની જાણ થતાં સોમસીસર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને અકસ્માતની તપાસ શરૂ કરી છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર કઈ પરિસ્થિતિમાં થઈ તે અંગે તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમદાવાદના SG હાઇવે પર BMW કારનો અકસ્માત, ત્રણ વાહનોને ટક્કર; 3 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: દ્વારકાનાં દર્શન કરીને દીકરીને મળવા જતો પરિવાર અકસ્માતનો ભોગ, 2નાં મોત
આ પણ વાંચો: ‘ડિવાઇડર ઊંચા કરશો તો પણ શ્વાન કૂદીને આવશે!’ હાઈવે પરના અકસ્માતો મુદ્દે હાઈકોર્ટની ટકોર
