Rajkot News: રાજકોટમાં લોધિકાના (Lodhika) મોટાવડામાં સરકારી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ હતી, આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી તેમજ વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. વહાલસોયા પુત્રને ગુમાવતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે. પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજના બાળકોમાં પોલીસ એટલે ‘ડર’ થઈ ગયો છે. જે ‘સુરક્ષા’ અને ‘સેવા’ હોવી જોઈએ અને શિક્ષક કેટલા નફ્ફટ જે બાળકની મનોસ્થિતિ સાથે મર્યો ત્યાં સુધી રમતા રહ્યા.. !! આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટમાં લોધિકાના મોટાવડામાં ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઈ વરું નામના વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાતા પહેલા સુસાઈડ નોટ લખી હતી, જેમાં વિદ્યાર્થીએ પોતાની શાળા શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા હતા. તેથી પોલીસ કેસના ડરના કારણે, જેલ જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં લખ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુસાઇડ નોટ વાંચો તો ખ્યાલ આવે કે કારણ મોટું નહોતું પણ છોકરાને સમજવાવાળું કે સાંભળવાવાળું કોઈ નહોતું.

આ પણ વાંચો:હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી
આ પણ વાંચો:180 કિ.ગ્રા.ના વજનવાળા યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, પોલીસને નીચે લાવતા ફીણ આવી ગયા
આ પણ વાંચો:લિવ-ઇન ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, કોર્ટે કહ્યું- બોયફ્રેન્ડ પર દહેજ અને હત્યાનો કેસ ચાલશે…
