ગુજરાત/ મહેસાણા નગરપાલિકા આગળ સફાઈ કર્મીઓનો વિરોધ, સેફટી અને સેફટી સાધનોની માંગણી

મહેસાણા નગરપાલિકા હસ્તક સફાઈ નું કામ કરતા 200 થી સફાઈ કર્મચારીઓએ પોતાની જૂની પડતર માંગણીઓ મુદ્દે નગરપાલિકા આગળ જ વિરોધ નોંધાવ્યો છે.

Gujarat Others
  • મહેસાણા નગરપાલિકા આગળ સફાઈ કર્મીઓનો વિરોધ
  • સફાઈ કર્મચારીઓએ સેફટી અને સેફટી સાધનોની માંગણી કરી
  • ભારે ટ્રાફિક અને ઓવર સ્પીડ વાહનોથી સફાઈ કર્મચારીઓમાં ભય

@અલ્પેશ પટેલ 

Mehsana News: મહેસાણા નગરપાલિકા હસ્તક સફાઈ નું કામ કરતા 200 થી સફાઈ કર્મચારીઓએ પોતાની જૂની પડતર માંગણીઓ મુદ્દે નગરપાલિકા આગળ જ વિરોધ નોંધાવ્યો છે.મહેસાણા શહેર લગભગ 7 કિલોમીટર ના ઘેરાવા માં ફેલાયેલું છે અને નાના મોટા 100 થી વધુ માર્ગો આવેલા છે અને તેમાં પણ શહેર માં પાંચ હાઇવે સહિત 20 થી વધુ મુખ્યમાર્ગો આવેલા છે.

મહેસાણા શહેર ના મુખ્ય માર્ગો ઉપર સફાઈ કામદારો ને જીવ જોખમમાં મૂકી ને સફાઈ નું કામ કરવું પડે છે.આથી તમામ સફાઈ કામદારો મહેસાણા નગરપાલિકા આગળ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો અને સફાઈ કામદારોએ સેફટી માટે રીફલેક્ટર,ટ્રાફિકને દિશા સૂચન કરતા સાધનો અને સફાઈ કર્મચારી ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન કરી શકે સેફટી આપી શકે એ માટે એકસ્ટ્રા માણસ આપવાની માંગણી કરી છે.તેમજ જે સફાઈ કામદારો કાયમી નથી એવા કર્મચારીઓને કાયમી કરવા ની માંગ પણ કર્મચારીઓમાં ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો