Vadodara/ વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

નકલી રોયલ્ટી પાસ કૌંભાડનો પર્દાફાસ,ડભોઈના પારીખાં અને હાંસાપુરા પાસે બનાવટી રોયલ્ટી પાસ બનાવવામાં આવતા હતા. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2023 12 19T161702.383 વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
  • વડોદરામાં નકલી રોયલ્ટી પાસ કૌંભાડનો પર્દાપાશ
  • સાદી રેતીની રોયલ્ટી પાસ માંગતા ભાંડો ફૂટ્યો
  • વડોદરાનાં ડભોઇમાં બનતી હતી ડુપ્લીકેટ રોયલ્ટી 

Vadodara News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ‘નકલી’નો કારોબાર ધમધોકાર ફુલ્યો ફાલ્યો છે. આજકાલ તમને છાશવારે સમાચાર સાંભળવા મળશે કે નકલી પોલીસ, અધિકારી, આઈપીએએ, નકલી ટોલનાકા બાદ હવે નકલી રોયલ્ટી પાસનો પર્દાપાશ થયો છે. વડોદરાનાં ડભોઇમાં નકલી રોયલ્ટી પાસનો પર્દાફાશ થયો છે. વલસાડ નજીક પકડાયેલ એક કન્ટેનરમાં લઇ જવાતી સાદી રેતીની રોયલ્ટી પાસ માંગતા ભાંડો ફૂટ્યો છે. વડોદરાનાં ડભોઇમાં નકલી રોયલ્ટી પાસ બનાવવામાં આવતો હતો.

ડભોઈના પારીખાં અને હાંસાપુરા પાસે બનાવટી રોયલ્ટી પાસ બનાવવામાં આવતા હતા. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. એક મહિનાથી ચાલી રહેલા આ કૌભાંડનો આખરે પર્દાફાશ થયો હતો. વલસાડના જીઓલોજિસ્ટ દ્વારા ઝીણવટભરી તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પાસનો દોર ડભોઇ સુધી પહોંચતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને વધુ તપાસનાં આદેશ અપાયા છે. આ નકલી પાસને કારણે સરકારી તિજોરીને 3 લાખથી વધુનું નુકસાન થયાનો અદાજ છે. સમગ્ર ઘટનામાં પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ