Not Set/ મોડલ સ્કૂલનો ઉડ્યો છેદ, શિક્ષણના ધામમાં હવે છાત્રોને મજૂરી કરવાનો આવ્યો વારો

છોટાઉદેપુર જીલ્લાની નસવાડી તાલુકાની એક મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે.  જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભણવાની  સ્થાને શાળામાં કામકાજ કરતા નજરે ચડી રહ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ આ પ્રકારના કામ માં રોકી રહેતા તેમના અભ્યાસ ઉપર માઠી અસર […]

Gujarat Others
savitribai fule મોડલ સ્કૂલનો ઉડ્યો છેદ, શિક્ષણના ધામમાં હવે છાત્રોને મજૂરી કરવાનો આવ્યો વારો

છોટાઉદેપુર જીલ્લાની નસવાડી તાલુકાની એક મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે.  જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભણવાની  સ્થાને શાળામાં કામકાજ કરતા નજરે ચડી રહ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ આ પ્રકારના કામ માં રોકી રહેતા તેમના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે.

આ શાળા સંકુલમાં ત્રણ ગર્લ્સ રેસિડેન્શિયલ અને એક મોડેલ સ્કૂલ આવેલી છે. જેમાં 1200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અહીં રહીને જ અભ્યાસ કરે છે. આ શાળા અન્કુલના ૨૨ જેટલા વર્ગ 4 ના કર્મચારી પગાર વધારાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે.

વર્ષે કરોડો રૂપિયા આદિજાતિ વિભાગ છાત્રો ના શિક્ષણ પાછળ ખર્ચ કરતું હોવા છતાંય,  હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સિરે સ્કૂલે આ જવાબદારી નાંખી દીધી છે. અને શિક્ષણ મેળવવા આવેલા વિધ્યાર્થોને અહીં સાફ સફાઈ અને વિવિધ કામોમાં જોતરી દેવામાં આવ્યા છે. છાત્રાઓની સુરક્ષા સામે જોખમ પણ ઉભુ થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ સંકુલ ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે. અને છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના વહીવટદાર ની દેખરેખ મા મોડલ સ્કૂલો આવેલ છે. છોટાઉદેપુરની મોડેલ શાળાનું આ કેવું મોડેલ છે..? શું સમાજમાં આ જ મોડેલ નું ઉદાહરણ પુરુ પાડશે..?

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.