મહેસાણા/ આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ

કમનસીબે આપણી હિંદુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા વધુ છે. જે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આપણે હિંદુઓના નામથી  એક થવાની જરૂર છે.

Top Stories Gujarat Others
નીતિન પટેલ
  • હિન્દુ એકતા પર બોલ્યા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • તેમણે કહ્યુ, હિન્દુઓમાં એકતા ઓછી, જ્ઞાતિ એકતા વધુ
  • જ્ઞાતિ પર તકલીફ પડે તો બધા ઉભા થઈ જાય: નીતિન પટેલ

Mehsana News: મહેસાણામાં એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. જેમાં વૈષ્ણવ સમાજ જીવન સાથી પસંદગી મેળો યોજાયો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે કમનસીબે આપણી હિંદુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા વધુ છે. જે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આપણે હિંદુઓના નામથી  એક થવાની જરૂર છે.

નિતીન પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિશે નિવેદન આપતા કહ્યું, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે. વધુમાં કહ્યું કે, અમિતભાઇ શાહ અમારા પટેલ સમાજના વેવાઇ પણ છે. ‘વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે અત્યારે. એટલે તમે કોઇ ચિંતા કરશો નહીં. બધી ચિંતા એ કરે છે. એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે, છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઇને થોડું વિચારજો.’

નીતિન પટેલે કહ્યું કે, જ્ઞાતિ ઉપર જો કોઈ તકલીફ પડે તો બધા જ ઉભા થઈ જાય છે. જે કરવાનું હોય તે કરી લે છે પણ આપણા ધર્મ ઉપર આપણી સંસ્કૃતિ ઉપર કે આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે તો આપણે બધા એવું વિચારીએ આ તો કરનારા કરશે મારે ક્યાં કરવાનું છે. જ્ઞાતિની એકતાથી સમાજની એકતાથી ધર્મની એકતા બને છે. ભગવાનના નામે આપણે બધા જ એક થઈ જઈએ છીએ.

અગાઉ રાજકારણ મુદ્દે નીતિન પટેલ જણાવ્યું હતું કે,  હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે.નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે.


whatsapp ad White Font big size 2 4 આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ