Banaskantha News/ હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

મનુષ્ય જીવનમાં હળાહળ કળયુગમાં પ્રેમ સંબંધમાં લોકોએ અનેક જીવ ગુમાવ્યા છે. તેવોજ એક બનાવ સાબરકાંઠાના હિમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતી બે મહિલાઓ વચ્ચે મોતનો કારસો રચાયો છે. ડિમ્પલબેનના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવી રહ્યું છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 10 19T114057.937 હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

HimmatNagar News: મનુષ્ય જીવનમાં હળાહળ કળયુગમાં પ્રેમ સંબંધમાં લોકોએ અનેક જીવ ગુમાવ્યા છે. તેવોજ એક બનાવ સાબરકાંઠાના હિમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતી બે મહિલાઓ વચ્ચે મોતનો કારસો રચાયો છે. ડિમ્પલબેનના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવી રહ્યું છે.

ડિમ્પલના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ડિમ્પલબેન ના ઘરે પતિ પત્ની વચ્ચે ધર કંકાસ પણ ચાલી રહ્યો હતો. જેને કારણે ડિમ્પલબેન પટેલના પતિ ભાવેશ પટેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવાની બદલે પોતાના માદરે વતન રૂવચ ખાતે રહેતા હોવાની ગામમાં પણ ચર્ચા ઓએ જોર પકડ્યું છે.

જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં 401 તેમજ 402 મકાનમાં રહેતી મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પ્રેમ સંબંધની શંકા મોત સૂધી પહોચી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી છાયા કલાસવા તેમજ ડીમ્પલ પટેલનાં મોત અંગે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે બંને મૃતક મહિલાઓના પીએમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. મહિલાઓના પીએમમાં ચોકાવનાર માહિતી બહાર આવી છે જેમાં છાયા કલાસવા એ ડિમ્પલ પટેલનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે તો બીજી તરફ ડિમ્પલને મોતને ઘાટ ઉતારી છાયા કલાસવાએ બિલ્ડીંગ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે.

ત્યારે સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે મૃતક ડીમ્પલ પટેલનાં પિતાએ જમાઈ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથધરી છે. ત્યારે મામલે ભાવેશ પટેલનાં છાયાબેન સાથે આડા સંબધ હોવાનું બહાર આવતા ભાવેશ પટેલનાં સાસરિયાં પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથકે સસરાએ જમાઈ વિરૂદ્ધ નોંધાવેલ ફરીયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

છાયાબેન કલાસવા તેમજ ડિમ્પલબેન પટેલ બંને મહિલાઓ વચ્ચે ગુરૂવારે બપોરના સમયે ડિમ્પલબેન ના ઘરે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હોય તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ડિમ્પલ પટેલ અને છાયા કલાસવાને મોત લઇ પરિવારમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે. અને બંને મહિલાઓના પેનલ ડોક્ટર થકી કરાયેલ પીએમ બાદ શુક્રવારે માદરે વતન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા…

Beginners guide to 2024 10 19T114214.184 હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

કળિયુગમાં પ્રેમ સંબંધમાં આજે હિંમતનગરમાં બનેલી ઘટનાને પગલે એક દીકરી અને એક દીકરાએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.  ડિમ્પલ પટેલ ની સાત વર્ષની ધારાએ પોતાની માતાનો છાયો ગુમાવ્યો છે પિતાના આંધળા પ્રેમને લઇ દીકરી આજે માતા વિનાની નોધારી બની છે…

છાયા કલાસવા પણ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેમના સંબંધ ડિમ્પલબેન ના પતિ ભાવેશ પટેલ સાથે હોવાનો ભાંડો ફૂટી જતાં ડિમ્પલબેન તેમજ છાયા કલાસવા વચ્ચે છેલ્લા કેટલા સમયથી બોલાચાલી થઈ હતી. ત્યારે પ્રેમ સંબંધમાં પોતાના પ્રેમને છુપાવવાના પ્રયાસ થકી પ્રેમીની પત્નીને મોતને ઘાટ ઉતારી પ્રેમિકા પણ મોતને વ્હાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે છાયા કલાસવા એ પણ પોતાનું જીવન ટૂંકાવતા તેમનો પુત્ર પણ માતાની છત્રછાયા ગુમાવી નોંધારો બન્યો છે.

હાલના સમય દીકરો અને દીકરી પોતાની માતાની છત્રછાયા ગુમાવી માતા વિહોણા બન્યા છે. ત્યારે પોતાની પત્નીને અંધારામાં રાખી અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ રાખનાર ભાવેશ પટેલ વિરુદ્ધ પોતાના સસરાએ હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ તો નોંધાવ્યું છે ભાવેશે પોતાની પત્ની ગુમાવી છે અને તેની દીકરીએ પોતાની માતા ગુમાવી છે ત્યારે ભાવેશ પટેલને સમાજ સહિત સમગ્ર પંથકમાં લોકો ભાવેશની કરતુકને વખોડી રહ્યા છે.

ભાવેશને તેની પત્નીએ માફ કર્યો હતો પરંતુ તેના સસરાએ માફ નથી કર્યો તેવા જ સમયે તેને હવે તેનો પુત્ર પણ માફ નહીં કરે તે નક્કી છે પ્રેમ સંબંધ રાખવાની બદલે પોતાની પત્ની સાથે પ્રેમથી રહે તેનો જીવતો પુરાવો હિંમતનગર થી સામે આવ્યો છે. ત્યારે પ્રેમ સંબંધમાં પોતાની પત્નીને બાળકોને ભૂલેલા ભાવેશ પટેલ સામે પણ આજે સસરાએ નોંધાવેલ ફરિયાદ આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ભાવેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા

આ પણ વાંચો: બનાસકાંઠાના ધાનેરામાં હત્યા, શેરડીના કાલા પર શ્રમિકને મારી નંખાયો

આ પણ વાંચો: સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં, લોકોએ સ્વૈચ્છિક દુકાનો રાખી બંધ