Banaskantha News/ બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા

બનાસકાંઠામાં થરાદ પાસે શણઘુર પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 10 19T104021.371 બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા

Banaskantha News: બનાસકાંઠામાં થરાદ પાસે શણઘુર પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી મૃતદેહને બહાર કાઢ્યાં હતાં. બનાવને પગલે કેનાલ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નર્મદાની મુખ્ય નર્મદા કેનાલમાં સણધર પૂલ નજીક સવારે પિતાએ પુત્ર સાથે ઝંપલાવ્યું હોવાની જાણ થઈ હતી.

Beginners guide to 2024 10 19T104130.280 બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા

સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરવા છતાં મૃતદેહ હાથ લાગ્યા નહોતા. તેના પછી થરાદ પાલિકાના ફાયર વિભાગને કોલ મળતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરતા બપોરે પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પુત્રના મૃતદેહ માટે શોધખોળ કર્યા બાદ ચારેક વાગે પુત્રનો મૃતદેહ પણ તરવૈયાઓને હાથ લાગ્યો હતો. પિતાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી અને પુત્રનાં મૃતદેહને તેમના વાલી-વારસાને સોંપ્યો હતો. મૃતક વાવ તાલુકાના મેહુલભાઈ પંડ્યા અને પુત્ર શ્રેયાંસ મેહુલભાઈ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટનાક્રમ અંગે પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે મૃતકની આત્મહત્યાનું કારણ ઘરકંકાસથી લઈને નાણાભીડ સુધીનું હોઈ શકે છે. પોલીસે આ માટે મૃતકનો મોબાઇલ ફોન તેના કબ્જામાં લીધો છે અને તેની કોલ ડિટેલના આધારે તપાસ કરવાનું શરૂ કર્યુ છે.

Beginners guide to 2024 10 19T104251.080 બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા

પખવાડિયા પહેલાં જ બનાસકાંઠાના ધાનેરા સ્થિત મોટા મેડા ગામમાં આપઘાતના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં એક આધેડ વયની વ્યક્તિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં મૃતકનું નામ માજી રાણા હોવાનું તથા તેમની ઉમર 50 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું.

મૃતક માજી રાણા રાજસ્થાનના વતની હોવાનુંજાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ વ્યક્તિએ શા માટે આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાઃ કડીના બનાસકાંઠા નગરની ઘટના શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીવાલ સાથે માથું ભટકાવી અને ગળું દબાવી દીધું મોત બાદ મૃતદેહને પાણીના હોજમાં નાખ્યો મૃતદેહ હોજમાં નાખી

આ પણ વાંચો: બનાસકાંઠા: શિક્ષિકાએ કરી આત્મહત્યા, પાંથાવાડા પ્રાથમિક શાળાની ઘટના, મૃતકનો પતિ પોલીસમાં બજાવે છે ફરજ, પાંથાવાડા પોલીસે તપાસ હાથધરી

આ પણ વાંચો: પાટણમાં સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં કર્યો આપઘાત, અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત , હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઇ