- સુખદેવસિંહ: કરણી સેના દ્વારા આજે ધાનેરા બંધ આપ્યું છે એલાન
- વહેલી સવારથી જ ધાનેરા શહેર સજ્જડ બંધ
- રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- વેપારીઓ અને લોકોએ સ્વૈચ્છિક દુકાનો રાખી બંધ
Banaskantha News: રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ઘુસી ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમગ્ર દેશમાં રજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.ત્યારે આના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ અને ઈકબાલગઢ આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. કરણી સેના અને રાજપૂત યુવા સંગઠન દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળ્યું હતું.
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી સમગ્ર દેશમાં ભારે રોષ ની લાગણી ફેલાઈ છે. રાજપૂત સમાજ દ્વારા હત્યારાઓને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે ઠેર ઠેર બંધના એલાનો તેમજ દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે ગઇકાલે પણ ગુજરાતમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ
આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…
પણ વાંચો:વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન