રાજ્યમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે. ત્યારે મોટી મોટી હસ્તિઓથી લઈને સામાન્ય લોકોને રસી લગાવવામાં આવી રહી છે. ત્યારે આવામાં અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ડે.મેયરે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે પણ રસી લીધી છે. આ તમમાં લોકોએ એસવીપી હોસ્પિટલ ખાતે વેકસીન લીધી છે.
આપને જણાવી દઈએ કે, ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાં બંધ છે ગુજરાતના 345 માછીમારો, વિધાનસભામાં સરકારે રજૂ કર્યો જવાબ
મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : GATEની પરીક્ષામાં જેતપુરનો વિદ્યાર્થી ગુજરાતમાં ટોપર, જેતપુરના કરણ ગુજરાતીએ પરીક્ષામાં મારી બાજી
