આજ રોજ ધોરાજીના બગસરાના વાલ્મિકી સમાજ દ્વારા આદોલન કરવામા આવ્યું હતું. આંબેડકરનગરમાંથી હાથમાં બેનરો અને સૂત્રોચાર કરી રોષભેર મૂખ્ય માર્ગ પર રેલી યોજવામા આવી હતી. મોટી સંખ્યામાં સફાઈ કામદારો દ્વારા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ધોરાજીની મહિલા સફાઈ કામદારને કચરો લેવા બાબતે દુકાનદારે મારમારતા બગસરાના વાલ્મિકી સમાજે પોતાનો રોષ ઠાલવ્યો હતો. બગસરાની મુખ્ય બજારોમાં હાથમાં બેનરો લઇ સૂત્રોચ્ચાર કરી રેલી યોજીને પોતાનો વિરોધ નોધાવ્યો હતો. સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય અને ફરી આવો બનાવ ન બને તે માટે રજુઆત કરવામા આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
