Khambhat News/ ખંભાતમાં વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા, મોબાઇલ ટાવર પર પડી વીજળી

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ

Gujarat

Khambhat News : ખંભાતમાં મોબાઈલ પર આકાશી વિજળી પડવાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સ્થાનિકોના મોબાઈલમાં વિજળી પડવાના આ દ્રશ્યો કેદ થયા હતા. જેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. .મોબાઇલમાં કેદ થયેલા વીડિયોમાં મોબાઇલ ટાવર પર કઇ રીતે વીજળી ત્રાટકે છે તે જોઇ શકાય છે..એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ 2500 લોકોના મોત થઈ જાય છે. પાછલા પાંચ વર્ષોમાં વીજળી પડવાના કારણે કુલ 8291 લોકોના મોત થયા છે. વર્ષ 2016માં 1489, 2017માં 2057, 2018માં 2028, 2019માં 1771 અને 2020માં 946 લોકોના મોત થયા છે.

વરસાદની મજા સજામાં ત્યારે ફેરવાઈ જાય છે જ્યારે વીજળી પડવાથી જાન માલને નુકસાન પહોંચે છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય અને વીજળી ચમકતી હોય ત્યારે તેનાથી બચવા માટે ક્યારેય ઝાડ, ખેતર, તળાવ વગેરેની પાસે ન ઉભા રહેવું જોઈએ. કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. સાથે જ તાર વાળા ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ.

વરસાદની સીઝનમાં આટલું કરો

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.

વીજળી પડવા અંગે કઈ રીતે જાણ થઈ શકે?

જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ અને તમારા માથાના વાળ ઉભા થઈ જાય ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. માટે તત્કાલ બન્ને હાથોથી પોતાના કાન બંધ કરી લો. પંજા પર બંસી જાઓ. ધુટણની ઉપર કુણી હોવી જોઈએ. આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલે ભાગ જમીન સાથે જોડાયેલો હશે તામારા બચવાના ચાન્સ તેટલા જ વધારે છે.

જો કોઈ વીજળી પડવાના કારણે ઘાયલ થયું છે કો તેને તરત સીપીઆર આપવું જોઈએ.કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને તરત પ્રાથમિક સારવાર મળી રહે. આ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતીથી ઉંચી વસ્તુઓને જ ટકરાય છે. માટે ક્યારેય આવી સીઝવમાં ઉંચી બિલ્ડિંગ, ઝાડ અથવા થાંભલાની નીચે ન ઉભા રહો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ

આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય

આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય