વડોદરામાં એક વયોનીવૃત મહિલાનું પર્સ છીનવીને લુંટારાઓએ લાખો રૂપિયાની લુંટની ઘટના ને અંજામ આપ્યો છે. બાઈક પર સવાર લુંટારા મહિલાની નિવૃતિના નાણાંની તફડંચી કરીને નાસી છુટ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિસ્તારનાં સંતકબીર રોડ પાસે, બેન્કમાંથી નિવૃત્તિનાં નાણાં ઉપાડીને મહિલા પરત જઈ રહી હતી. ત્યારે જ કેટલાક બાઈક સવારોએ દુકાનમાં બિસ્કિટ ખરીદવાનાં બહાને પ્રવેશી રોકડ ભરેલ પાકિટની લૂંટ ચલાવી હતી. અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મહિલાના પાકીટમાં નિવૃતિના ત્રણ લાખ રૂપિયા મુકેલા હતા. ઘટનાની જાણ થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. અને વધુ તપાસ હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
