સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાદના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતુ. લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને લખતરમાં આકાશી ચક્રવાતનો લાઇવ વિડીયો પણ સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો ત્રાટક્યો હોય તેવું લાઇવ દ્રશ્યો જોવા મળ્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાદના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતુ.જેમાં લખતર પંથકના જ્યોતિપરા ગામમાં કાચા મકાનોના છાપરા ઉડ્યા તેમજ બે વીજપોલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હોવાનું સામેં આવ્યું હતુ. લખતર પંથકમાં વરસાદ સાથે ચક્રવાત આવતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાવા પામી હતી. જેમાં લખતર પંથકમાં આકાશી ચક્રવાતનો લાઇવ વિડીયો પણ સામે આવ્યો છે.
લખતર પંથકમાં વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથેના વરસાદે ભારે તબાહી મચાવી હતી. આ ભયાવહ વાવાઝોડામાં 18 જેટલા વીજ થાંભલા ધરાશાયી થતાં વીજળી ગુલ થઇ જતાં ગ્રામ્ય પંથકમાં ઘોર અંધારપટ છવાઇ ગયો હતો. જેમાં ઘર, દુકાનો સહિત માલ મિલ્કતમાં મોટા પ્રમાણમાં નુકશાન પહોંચતા તંત્ર દ્વારા પણ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચોમાસાની શરૂઆતમાં જ વાવાઝોડા સાથેના ભારે વરસાદે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી સર્જી હતી. જેમાં લખતર પંથકમાં વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વંટોળ ફૂંકાયો હતો. જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં 18 જેટલા વીજ થાંભલાઓ ભોંયભેગા થઇ ગયા હતા.
સાથે વીજ ટાવર પણ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં વીજ થાંભલો પડી જતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યારે લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું હતું કે, લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલમાં ભારે નુકશાન થયું છે. સાથે લખતર તાલુકાના 12 ગામોને વ્યાપક અસર થઇ છે.
આ અંગે લખતર મામલતદાર જી.એ.રાઠોડનો સંપર્ક કરાતા એમણે મંતવ્ય ન્યુઝ ને જણાવ્યું કે, આ વંટોળ સાથેનું વાવાઝોડુ અંદાજે 30થી 40 મીનીટ સુધી અંદાજે પાંચ કિ.મી.વિસ્તારને અસર કરી હતી. જેમાં આ વાવાઝોડા વંટોળની સ્પીડ કેટલી હતી એ તો જાણી શકાયું નથી. પરંતુ આ વાવાઝોડાથી 39 કાચા-પાકા મકાનોને નુકશાન અને 2 વ્યક્તિ અને 2 પશુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે આ ભયાવહ વાવાઝોડા વંટોળમાં એક ટ્રેલર એની ચપેટમાં આવી જતા રોડ નીચે પલ્ટી ખાઇ ગયું હતુ
