Mehsana News : સોશિયલ મિડીયા પર કન્ટેન્ટ બનાવવાનો શોખ ક્યારેક ભારે પડતો હોય છે. આ પ્રકારના એક બનાવમાં મહેસાણાના ડભોડામાં વીડિયો બનાવતી વખતે પગલ લપસતા તે તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં તરવૈયાઓએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં આ દુઃખદ ઘટના બની છે, જ્યાં સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવાની ઘેલછામાં 18 વર્ષીય યુવક બળવંત ચંદુભાઈ વાલ્મીકિએ જીવ ગુમાવ્યો છે.
સાંજે 6 વાગ્યે ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો-ક્લિપ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં ગામના સરપંચ ભૂપતજી ઠાકોર, તલાટી અને અન્ય ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો.આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવતી વખતે સાવચેતી રાખવાની અગત્યતા પર ભાર મૂકે છે. આ દુર્ઘટના લોકોને જોખમોથી દૂર રહેવાની પ્રેરણા આપે છે.
આ પણ વાંચો:ગુજરાતની પ્રગતિને વેગવંતી બનાવવા લેવાયેલા ચાર મહેસૂલી નિર્ણયો
આ પણ વાંચો:કાર્તિક પટેલને મહેસૂલ વિભાગના આશીર્વાદ? નિયમો નેવે મૂક્યા છતાં વાળ વાંકો નહીં
આ પણ વાંચો:ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
