Surat News: સુરત (Surat)ના કાપોદ્રા (Kapodra)માં અનભ જ્વેલર્સમાં કામ કરતા રત્નકલાકારો (Artist)ને મારી નાખવાનું હત્યાનું કાવતરૂં રચવામાં આવ્યું હતું. ફિલ્ટર કરેલું પાણી પીધા પછી અંદાજે 118 રત્નકલાકારોને ચક્કર આવવાતા બેભાન થયા હતા, ઘણાંને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી તેમજ પાણીનાં ફિલ્ટરમાં સેલ્ફોસ મળી આવતાં કારણે ગભરાટ ફેલાયો હતો. જેમાં 6 રત્નકલાકારોને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યાં હતા. પાણીમાં ઝેર ભેળવીને પીવડાવું એ જાણીજોઈને કરવામાં આવ્યું હતું કે અજાણતાં, તે દિશામાં સુરત પોલીસે (Surat Police) તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત (Surat)માં કાપોદ્રા વિસ્તારમાં શામજીભાઈ ગાબાણીનું કારખાનું આવેલું છે. ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે રત્નકલાકારોને અચાનક ચક્કર આવવા લાગ્યાં હતા, તબિયત લથડતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એક સાથે 118 રત્નકલાકારોને ઝેરી પાણીની અસર થતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આજે સવાર સુધી ઘણા કામદારોને તબિયત સ્થિર હતી તો 6 લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે જે જગ્યાએ ફિલ્ટર લગાવવામાં આવ્યું હતું ત્યાં કોઈ CCTV કેમેરા લગાવવામાં આવ્યો નથી. આવું કૃત્ય કારખાનાનાં પરિચિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાની પોલીસને હાલ શંકા છે. પોલીસ FSL સાથે ટીમ બનાવી અસરગ્રસ્તો અને કારખાનાનાં માલિક સહિતનાં નિવેદનો નોંધશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને એ પણ જાણવા મળ્યું કે કારખાનાંના મેઈન ગેટ પર એક ગ્રીલ હતી, જે બંધ હતી. ત્યારબાદ બે દરવાજામાંથી પ્રવેશ કરી શકાય છે. અંદર આવતાની સાથે જ જમણી બાજુએ બીજી ગ્રીલ છે અને પ્રવેશતાની સાથે જ જમણી બાજુએ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી બીજા દરવાજા દ્વારા કારખાનામાં પ્રવેશી શકાય છે. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ જણાતા ચારથી પાંચ કારીગરોની ટીમ પૂછપરછ કરી છે. અનભ ડાયમંડનાં કારીગરોની યાદી મુજબ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનભ ડાયમંડનાં ડીલરો અને સબ ડીલરોની પણ તપાસ કરવામાં આવી રહી છે જેના માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ નક્કર બહાર આવ્યું નથી. અત્યાર સુધીમાં લગભગ 50 લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
આ ઘટનામાં SMC કમિશ્નર (Surat Municipal Commissioner) અને કલેક્ટર (Surat Collector) દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સઘન તપાસ સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પાણીમાં ઝેરી દવા કોને અને કેમ નાંખી તે પ્રશ્નોનો જવાબ શોધવા પોલીસ અને તંત્ર દોડતું થયું છે.
આ પણ વાંચો:સુરતમાં 118 રત્નકલાકર ને મારી નાખવાનો પ્રયાસ
આ પણ વાંચો:સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની લથડી તબિયત
