Surat News : સુરતમાં 118 રત્ન કલાકારોને મારી નાંખવાનો પ્રયાસ થતા ચકચાર મચી છે. આ અંગે સુરત કલેકટર અને મ્યુ. કમિશનર દ્વારા રિપોર્ટ બનાવાયો છે. સમગ્ર મામલે રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તે સિવાય રાજ્ય સરકારનાં હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા રિપોર્ટ મંગાવાયો છે. આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ધોરણે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
જેમાં SMC કમિશનર અને કલેકટર દ્વારા સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો? તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપવામા આવ્યોઆગામી દિવસોમાં સઘન તપાસ સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ બનાવમાં બે દર્દી ICUમાં સારવાર હેઠળ છે. અસામાજિક તત્વએ ફિલ્ટર પ્લાન્ટમાં સલ્ફોસ નાખી દીધુ હોવાનું બહાર આવ્યું છે.પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે. જેને પગલે SMCના કમિશનર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.સુરતના મેયર પણ હોસ્પિટલ પોહ્ચ્યા તથા શિક્ષણ મંત્રી પ્રફુલ પાન્સેરીયા પણ હોસ્પિટલ પોહ્ચ્યા છે. કારખાનામાં 120 જેટલા રત્નકલાકાર કામ કરતા હતા.118 રત્નકલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી.પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ નામની દાવા નાખી હતી.ઝેરી દવા કોણે અને કેમ નાખી તે એક સવાલ છે?
કુલ 118 જેટલા રત્ન કલાકારોને અસર થઈ હતી કિરણ હોસ્પિટલની અંદર 104 દર્દી ને લાવવામાં આવ્યા હતા. 102 દર્દી જનરલ વોર્ડમાં દાખલ છે.જ્યારે 102 દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે.અન્ય 14 દર્દી હાલ ડાયમન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ફોરેન્સિકની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.તે સિવાય સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાઈ રહ્યા છે
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
