Vadodara News : વડોદરાની GIPCL કંપનીને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળતા ચકચાર મચી છે. કંપનીના MDને મેઈલ મળતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરાના ધનોરા પાસે આવેલા GIPCL કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા દોડધામ મચી છે. કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કંપની પર પહોંચી સર્ચ શરૂ કર્યું છે.કંપનીના MDને ચેન્નાઈથી સિંધુ જા શ્રીનિવાસન નામથી ધમકી ભર્યો ઇમેઇલ આવ્યો હોવાની માહિતી છે.
આ અંગે કંપનીના એચ આર ડિપાર્ટમેન્ટને ઇ મેઇલ મળતા પોલીસ કમિશનર ઓફિસ જાણ કરી હતી પોલીસને જાણ કરાતા હાલ બોમ્બ સ્કવોડ, એસઓજી, ડીસીબીસ લોકલ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું છે. હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે, જે મેઇલ મળ્યો છે તે જી આઈ પી સી એલ ના એમડીને મળ્યો છે.
મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતા એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીબી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
